બાઈક લઈને જઈ રહેલા કાકા-ભત્રીજી પર દીપડાએ કર્યો હૂમલો

ગુજરાત
ગુજરાત

વલસાડ જિલ્લાનાં પારડી તાલુકાના સરોધી ગામે એક દીપડાએ બાઈક પર જઈ રહેલાં કાકા-ભત્રીજી પર હૂમલો કર્યો હતો. આથી તેઓ ઈજાગ્રસ્ત થયાં હતાં. દીપડાનાં હુમલાથી ગામ લોકોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. વન વિભાગને જાણ થતાં દીપડાને પકડવા ગામમાં પાંજરું મૂકવામાં આવ્યું છે.

વલસાડનાં પારડી તાલુકાના પરિયા ગામનાં મનોજભાઈ પટેલ તેમની ભત્રીજીને ટ્યુશન મૂકવા માટે બાઈક પર જઈ રહ્યા હતા. ત્યારે સરોધી ગામ નજીક દિપડાએ મનોજભાઈ અને તેમની ભત્રીજી માહી પર હૂમલો કર્યો હતો. તેથી બંન્ને કાકા-ભત્રીજી ઈજાગ્રસ્ત થયા હતા. મનોજભાઈ હિંમત કરીને દીપડાનો સામનો કર્યો હતો તેથી દીપડો નાસી ગયો હતો. ઈજા પામેલ મનોજભાઈ અને માહીને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવતા તેમને પ્રાથમિક સારવાર આપી હતી.

મનોજભાઈ અને માહી પર દીપડાએ હુમલા કર્યા હોવાની ગામ લોકોને જાણ થતાં ગામલોકોમાં ફફડાટ ફેલાઈ ગયો છે. વન વિભાગની ટીમને જાણ કરતાં ટીમે દીપડાને પકડવા ગામમાં પાંજરું ગોઠવી દીપડાને પકડવાનાં પ્રયાસો હાથ ધર્યા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.