ટ્રેનની અડફેટે દીપડો અને તેના બે બચ્ચાનાં મોત

ગુજરાત
ગુજરાત

પોરબંદરથી રાજકોટ તરફ ટ્રેન જઈ રહી હતી ત્યારે ધોરાજી પાસે ટ્રેન હડફેટે આવી જતા એક દીપડો અને બે દીપડાના બચ્ચાનાં મોત નીપજ્યા છે. ઘટના સ્થળે લોકોના ટોળા એકઠા થઇ ગયા હતા અને સમગ્ર ઘટનાની જાણ થતાં ધોરાજીના રેન્જ ફોરેસ્ટ ઓફિસર નિહારિકા પંડ્યા અને રાઉન્ડ ફોરેસ્ટ ઓફિસર સબનમ બ્લોચ સહિત ફોરેસ્ટ સ્ટાફ અને રેલવે પોલીસ અધિકારીઓ અને રેલવે ના અધિકારીઓ ઘટના સ્થળ એ પહોચી ગયા હતા.

ભાદર નદીના પૂલ પરના ટ્રેક પર આ દીપડાઓ બેઠા હતા ત્યારે ટ્રેન આવતા ટ્રેન હડફટે દીપડો અને તેના બે બચ્ચા આવી જતા ત્રણેયના મૃત્યુ થયા હતા ત્રણેય દીપડા ના મૃતદેહને પીએમ અર્થે મોકલી આપવામાં આવ્યા છે .  આ ઘટના ની જાણ થતાં અનુસૂચિત જાતિ ના આગેવાન પુનિત ભાઈ બગડા અને એમના સાથી મિત્રો ઘટના સ્થળે દોડી આવ્યા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.