રાજકોટના જેતપુરમાં ગેરકાયદેસર ફટાકડાનું ગોડાઉન પકડવામાં આવ્યું
રાજકોટ જિલ્લાના જેતપુરમાં ગેરકાયદેસર ફટાકડાનું ગોડાઉન ઝડપાયું છે. ધોરાજી તાલુકાના સૂપેડી ગામનો વતની કારખાના માલિક જેતપુરમાં ગેરકાયદેસર રીતે ફટાકડાની ફેક્ટરી ચલાવી રહ્યો હતો. રાજકોટ ગ્રામ્ય એસોજીએ ગેરકાયદેસર ફટાકડા બનવવાનું મસ મોટું કારખાનું પકડી પાડ્યું હતું. રાજકોટ જિલ્લાના જેતપુરમાં ગેરકાયદેસર ફટાકડાનું ગોડાઉન ઝડપાયું છે. ધોરાજી તાલુકાના સૂપેડી ગામનો વતની કારખાના માલિક જેતપુરમાં ગેરકાયદેસર રીતે ફટાકડાની ફેક્ટરી ચલાવી રહ્યો હતો. રાજકોટ ગ્રામ્ય એસોજીએ ગેરકાયદેસર ફટાકડા બનવવાનું મસ મોટું કારખાનું પકડી પાડ્યું હતું.
જેતપુરના નવાગઢ વિસ્તારમાં બળદેવ ધારમાં શિવાલય વેર હાઉસમાં મહાદેવ ઇન્ડ.નામના ગોડાઉનમાં કારસ્તાન ચાલતું હતું. આ ગોડાઉન પાસે રહેણાક વિસ્તારો પણ આવેલા છે. આ ગોડાઉનમાં કોઈ પણ પ્રકારના લાઇસન્સ કે પરવાના વગર ફડકડા બનાવવા માટેનું જુદા જુદા કેમિકલ અને રો મટ્રિયલસ રાખવામાં આવેલ હતા. આ કેમિકલ અને રો મટ્રીયલસમાંથી ફટકાકડા બનાવવમાં આવી રહ્યા હતા. જેતપુરના તંત્ર પર ઉઠ્યા સવાલો? શું જેતપુર મામલતદાર તેમજ પોલીસ મીઠી નીંદરમાં છે? આ ફટાકડા બનાવાનું ગેરકાયદે કારખાનુ ધમધમતું હોવા છતાં જેતપુર પોલીસ ગાઢ નિન્દ્રામાં હતી.આ મામલે પોલીસે સાહિલભાઇ મુકેશભાઇ રામોલીયા, શ્યામુ હાકીમસીંહ કુસ્વાહ, દેવેન્દ્રભાઇ અરવિદભાઇ માથુર અને કારખાના માલિક જીજ્ઞેશભાઇ પરસોત્તમભાઇ વિરમગામા રહે,સુપેડી તા-ધોરાજી જી-રાજકોટ. ની ધરપકડ કરી છે.