![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2023/12/insta.png)
ઘાટલોડિયાની યુવતીને ઈન્સ્ટાગ્રામ પર ફ્રેન્ડ રેક્વેસ્ટ મુકી, અશ્લીલ મેસેજો તથા અશ્લીલ ફોટાની કરી માંગણી
અમદાવાદના ઘાટલોડિયામાં રહેતી 28 વર્ષની યુવતીને એક અજાણ્યા વ્યક્તિએ ઈન્સ્ટાગ્રામ પર રેકવેસ્ટ મુકી હતી. યુવતીએ રેક્વેસ્ટ એક્સેપ્ટ કરતાં શખ્સે વાતો કરીને અશ્લિલ મેસેજો કરી અશ્લીલ ફોટાની માંગણી કરી હતી. તે અજાણ્યાં શખ્શે યુવતીને બ્લેકમેઇલ કરી હતી. અજાણ્યાં શખ્શે યુવતીને અશ્લિલ મેસેજો કરી અશ્લીલ ફોટાની માંગણી કરી હતી. જેથી યુવતીએ આ અજાણ્યાં શખ્શ સામે પોલીસમાં ગુનો નોંધાવ્યો હતો.
અજાણ્યા શખ્શે યુવતી પાસે અશ્લીલ ફોટાની માંગણી કરી ત્યારે યુવતીએ તેનો જવાબ આપ્યો ન હતો. ત્યારે તે અજાણ્યાં વ્યક્તિએ આ ચેટનો સ્ક્રીન શોર્ટ તેનાં પતિને મૂકવાની ધમકી આપી પૈસાની માંગણી કરી હતી. ત્યારે યુવતીએ આ અજાણ્યાં શખ્શ સામે પોલીસમાં ફરીયાદ નોંધાવી હતી.