ગોધરા શહેરમાં આવેલા સિવિલ હોસ્પિટલ નજીક મારામારી કરી

ગુજરાત
ગુજરાત

ગોધરા શહેરમાં આવેલા સિવિલ હોસ્પિટલ નજીક જાહેરમાં ઝપાઝપી કરીને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ડહોળાઈ તેવું કૃત્યું કરનારા ચાર ઈસમો સામે ગોધરા શહેર A-ડિવિઝન પોલીસે ગુનો નોંધ્યો હતો.ગોધરા શહેર A-ડિવિઝન પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં નીકળ્યો હતો. ત્યારે ગત 14 જાન્યુઆરી રવિવારના રોજ રાત્રિના સાડા અગિયાર વાગ્યાના અરસામાં ગોધરા સિવિલ હોસ્પિટલ નજીક ચારેક જેટલા ઈસમો જાહેરમાં એકબીજા સાથે ઝપાઝપી કરી રહ્યાં હતા. ખેંચતાણ કરીને જોર જોરથી બુમાબુમ કરીને જાહેર સુલેહ શાંતિનો ભંગ કરીને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ડહોળાઈ તેવું કૃત્ય કર્યું હતું.


પોલીસ દ્વારા તેઓની નજીક જતાં એક ઇસમ નાસી છૂટ્યો હતો. જેનો મોબાઈલ ફોન પડી જતા પોલીસે કબ્જે લીધો હતો. જ્યારે સ્થળ પરથી પોલીસે ત્રણ ઇસમોની અટકાયત કરી હતી. પકડાયેલા ઇસમોને તેઓના નામઠામ પૂછતા તેઓએ પોતાના નામ અશોક અંબાલાલ બામણીયા, મોઈન સલીમ હાજી, અને રિયાઝ એહમદ પટેલ જણાવ્યા હતા. પોલીસે ત્રણેય ઇસમોની અટકાયત કરીને તા 15 જાન્યુઆરી સોમવારના રોજ રાત્રિના સમયે ગોધરા શહેર A-ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધ્યો છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.