વાપીમાં પાર્ક કરેલી ટ્રકની કેબીન ઉપર કામ કરતા ડ્રાઈવરને કરંટ લાગ્યો

ગુજરાત
ગુજરાત

વલસાડ જિલ્લાના વાપી VIA ચાર રસ્તા નજીક પાર્ક કરેલી એક ટ્રકના ચાલકે ડ્રાયવર કેબીન ઉપર કંઈક કામ કરવા માટે ગયો હતો. જે દરમ્યાન ટ્રક ઉપરથી પસાર થતી 11 KVની લાઈનના સંપર્કમાં આવી જતા કરંટ લાગ્યો હતો. જેથી આજુબાજુમાંથી પસાર થતા સ્થાનિક લોકો અને રાહદારીઓમાં દોડધામ મચી ગઇ હતી. ઘટના અંગે વિજકંપનીના અધિકારીઓ અને વાપી GIDC પોલીસની ટીમને ઘટનાની જાણ કરી હતી. વાપી GIDC પોલીસે લાશનો કબ્જો મેળવી ADની નોંધ લઈ આગળની તપાસ હાથ ધરી છે.

વલસાડ જિલ્લાના વાપી GIDCના VIA ચાર રસ્તા પાસે પાર્ક કરેલી ટ્રકની ડ્રાયવર કેબીન ઉપર કંઈક કામ કરવા માટે ટ્રક ચાલક જસવીરસિંગ ગુરુદયાલ સિંગ ટ્રકની ડ્રાયવર કેબીન ઉપર ચઢીને ડ્રાયવર કેબિનની રીપેરીંગ કામગીરી કરી રહ્યા હતા. જે દરમ્યાન ઉપરથી પસાર થતી 11 KVની વીજ લાઈનની સંપર્કમાં ટ્રક ચાલક જસવીરસિંગ આવી જતા તેને કરંટ લાગતા બુમાબુમ મચી ગઇ હતી. રસ્તા ઉપરથી પસાર થતા લોકોએ બુમો મારી અન્ય લોકોનું ધ્યાન કેન્દ્રિત કરવી ટ્રક ચાલક જસવીરસિંગને બચાવવાના પ્રયાસ હાથ ધર્યા હતા. સ્થાનિક લોકોએ તાત્કાલિક વિસ્તારના આગ્રણીઓ અને વીજ કંપનીના આધિકારીઓ અને વાપી GIDC પોલીસ તેમજ 108ની ટીમને ઘટનાની જાણ કરી હતી.


વાપી વીજ કંપનીના કામદારો અને વાપી GIDC પોલીસની ટીમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગળની તપાસ હાથ ધરી હતી. વાપી GIDC પોલીસ અને વીજ કંપનીના અધિકારીઓએ ઘટના સ્થળનું પંચનામું કર્યું હતું. વાપી GIDC પોલીસે ટ્રક ચાલક જસવીરસિંગની લાશનો કબ્જો મેળવી આગળની તપાસ હાથ ધરી છે. વાપી GIDC પોલીસે ADની નોંધ લઈ આગળની તપાસ હાથ ધરી છે. વાપી GIDC પોલીસની ટીમે FSLની ટીમની મદદ લઈને આગળની તપાસ હાથ ધરી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.