સુરતની સિવિલમાં દર્દીઓની સારવાર કરતા ડોકટરને પણ ડેન્ગ્યુ અને ચિકુનગુનિયા થયો
ચોમાસાની મોસમમાં સુરતમાં વિવિધ વિસ્તારોમાં પાણી અને મચ્છરજન્ય બીમારીના કેસમાં વધારો થઈ રહ્યો છે. આ સાથે નવી સિવિલના કેમ્પસમાં કેટલીક જગ્યાએ પાણીનો ભરાવાના લીધે ગંદકીના લીધે મચ્છરોનો ઉપદ્રવ અને રખડતા ડુક્કરો ત્રાસ વધ્યો છે. આવા સંજોગોમાં દર્દીને સારવાર આપતા સિવિલના ડોક્ટર સહિતના કર્મચારીઓ હાલાકી વેઠી હતી.
સુરત શહેરમાં વરસાદના સુરત શહેરના કેટલાક વિસ્તારોમાં ડેન્ગ્યુ, મલેરિયા, તાવ, ચીકુનગુનિયા, કોલેરા, ઝાડા ઉલ્ટી સહિતની બીમારીના કેસમાં વધારો થઈ રહ્યો છે આ સાથે નવી સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં ડોકટરો સહિતના કવાર્ટસ નજીકમાં તથા ઝાડી- ઝાંખરામાં અને અમુક જગ્યાએ કચરાના લીધે ગંદકી પણ જોવા મળી રહી છે.
આવા સંજોગમાં કેમ્પસમાં મચ્છરોનો ઉપદ્ર થઇ રહ્યો છે. પણ નવાઇ વાત એ છે કે, કેમ્પસમાં ગંદકીના લીધે વધુ પડતા ડુક્કરો કર્વાટસની આજુ બાજુ ફરી રહ્યા હતા. જેના લીધે ડોકટર સહિતના સ્ટાફ હેરાન પરેસાન થઇ રહ્યા હોવાનું ડોકટર સુત્રો કહ્યુ હતું. વધુમાં તેમણે જણાવ્યુ કે, નવી સિવિલમાં દર્દીઓને સારવાર આપતા કેટલાક ડોકટર તથા અમુક કર્મચારીએ તેમના પરિવારના અમુક સભ્યો પણ ડેન્ગ્યુ,મેલેરીયા, ચિકુનગુનિયા, તાવ સહિતની બિમારી લપેટમાં આવી રહ્યા હોવાનું ડોકટરે જણાવ્યું હતું.
જેમાં થોડા દિવસ પહેલા સિવિલમાં ફરજ બજાવતા ડો. વ્રતિક વસાવા, ડો. સ્મીત ડેન્ગ્યુની ઝપેટમાં આવ્યા હતા. જયારે ચિકુનગુનિયામાં સપડાયેલામાં ડો. પ્રિયંકા પટેલ (ઉ-વ-૩૦) અને નિવીષા ચૌધરી (ઉ-વ-૩૧)નો સમાવેશ થાય છે. સિવિલથી મળેલી વિગત મુજબ લસકાણામાં મારૃતીનગરમાં રહેતા ૪૫ વર્ષીય હરીશંકર જગનારાયણ નિશાદ ૧૦ દિવસ પહેલા તાવ આવતો હતો.
જોકે ગત તા.૧૮મીએ તેને ચક્કર આવતા સારવાર માટે કામરેજના સામુહિક આરોગ્ય કેન્દ્રમાં દાખલ કર્યા હતા.ત્યાંથી વધુ સારવાર માટે ગત તા.૨૨મીએ નવી સિવિલમાં દાખલ કર્યા હતા. જયાં ગત બપોરે તેમનું મોત થયુ હતું. તે મુળ ઉતરપ્રદેશમાં કાનપુરના વતની હતા. તેને ચાર સંતાન છે. તે લુમ્સખાતામાં કામ કરતા હતા.