ભરૂચમાં લવ જેહાદનો કિસ્સો, વિધર્મી યુવકે હિંદુ નામ ધારણ કરી મહિલાની મરજી વિરુદ્ધ માણ્યું શારીરિક સુખ

ગુજરાત
ગુજરાત

ભરૂચમાં લવ જેહાદનો કિસ્સો નોંધાયો છે. વિધર્મી યુવકે ઇન્સ્ટાગ્રામ પર હિન્દુ નામ ધારણ કરી મહિલા સાથે મિત્રતા બાંધ્યા બાદ મરજી વિરુદ્ધ શારીરિક શોષણ કર્યું હતું. ભરૂચ પોલીસે ઘટના સંદર્ભે ચાવજના આદીલ પટેલની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આરોપી બળજબરીથી 50 હજાર રૂપિયાની માંગણી પણ કરતો હોવાની વાત બહાર આવી છે. આરોપીનો તેની મંગેતરે જ ભાંડો ફોડ્યો હતો.

ગુજરાતમાં લવ જેહાદના કિસ્સાઓમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે. સરકારના તમામ પ્રયાસો હોવા છતાં કિસ્સાઓ વધુ પ્રમાણમાં નોંધાઈ રહ્યા છે. ખાસ કરીને ભરૂચમાં લવ જેહાદના કિસ્સાઓ વધુ જોવા મળી રહ્યા છે. ત્યારે ફરી એકવાર હવે ભરૂચથી લવ જેહાદનો કિસ્સો સામે આવ્યો છે. ભરૂચના ચાવજ ગામે રહેતા આદીલ પટેલ નામના મુસ્લિમ યુવકે આર્ય પટેલ નામ ધારણ કરીને સોશિયલ મીડિયાના માધ્યમથી એક હિંદુ યુવતીને ફસાવી હતી. યુવતીને તે વિશે જાણ થતાં તે આરોપીના ઘર સુધી પહોંચી ગઈ હતી અને આદીલને મેથીપાક ચખાડ્યો હતો. જોકે બનાવને પગલે ભરૂચ SPને જાણ કરવામાં આવતા મહિલા પોલીસની ટીમને તપાસ સોંપવામાં આવી હતી. જેમાં આદીલની કરતૂતોના પુરાવા એકઠા કરી પોલીસે ફરિયાદ નોધાવી કવાયત હાથ ધરી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.