ગુજરાત પોલીસને મોટી સફળતા, વેરાવળથી ઝડપાયું 350 કરોડનું ડ્રગ્સ
ગીર સોમનાથ પોલીસે ગઇકાલે રાત્રે વેરાવળ બંદર નજીકથી 350 કરોડની કિંમતનું 50 કિલો હેરોઇન ઝડપી કુલ ત્રણ શખ્સોની ધરપકડ કરી હતી. હેરોઇનનો આટલો જંગી જથ્થો મંગાવનાર તરીકે જોડિયાના ઇશાકનું નામ ખૂલ્યું છે. એસપી મનોહરસિંહ જાડેજાની બાતમીના આધારે રાત્રે વેરાવળ બંદર નજીકથી ઇકો કારમાં પસાર થયેલા આસીફ અને તેના મિત્ર અરબાઝ અનવર પમાને અટકાવી ઇકો કારની તલાશી લેતાં અંદરથી હેરોઇનનો જથ્થો મળી આવ્યો હતો.
આ અંગે મળતી માહિતી પ્રમાણે, ગુજરાત પોલીસ દ્વારા વેરાવળ બંદરના નલિયા ગોળી કાંઠે દરોડો પાડવામાં આવતા હેરોઇન ડ્રગ્સનો કુલ રૂપિયા 350 કરોડના 50 કિલોના સિલબંધ પેકેટનો જથ્થો પકડીને કાર્યવાહી કરવામાં આવી છે. આ ઓપરેશન SOG અને NDPS ની ટીમ દ્વારા સંયુક્ત રીતે સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યુ છે. આ ઓપરેશન અંતર્ગત ત્રણ મુખ્ય આરોપીઓ સહિત 9 આરોપીઓની ધડપકડ કરવામાં આવી છે.