AMC દ્વારા લેવાયો મોટો નિર્ણય, કાંકરિયા ફરવા ઈચ્છતા લોકો ઘરે બેઠા-બેઠા મેળવી શકશે ટિકિટ

ગુજરાત
ગુજરાત

હવેથી કાંકરિયા લેક ફ્રન્ટ ફરવા આવનાર લોકોને ટિકિટ લેવા માટે લાંબી લાઈનમાં ઊભા રહેવું પડશે નહીં. AMC દ્વારા આ અંગે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. કાંકરિયા લેક ફ્રન્ટ અને તેની આસપાસનાં પ્રવાસિય સ્થળોમાં પ્રવેશ માટે ઓનલાઈન ટિકિટ બુક કરાવી શકાશે.

એન્ટ્રી ટિકિટ હવે kankarialaketickets.com પર ઓનલાઈન ઉપલબ્ધ છે. અગાઉ, ટિકિટ ફક્ત ગેટ પર સ્થિત ટિકિટ કાઉન્ટર પર જ ખરીદી શકાતી હતી. 12 વર્ષથી નીચેના બાળકો માટે ટિકિટની કિંમત 5 રૂપિયા છે, જ્યારે પુખ્ત વયના લોકો માટે ટિકિટ 10 રૂપિયા છે. ટિકિટ AMC વેબસાઈટ પર અથવા AMC Services Ma દ્વારા ખરીદી શકાય છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.