26 વર્ષીય યુવકનુ જન્મદિવસે જ હાર્ટ એટેકથી થયું મોત

ગુજરાત
ગુજરાત

રાજ્યમાં હાર્ટ એટેકનો સિલસિલો યથાવત છે. મહેસાણાના કડી તાલુકાનાં કુંડાલ ગામનાં 26 વર્ષીય યુવકનું હાર્ટ એટેકથી મોત થયું છે. 26 વર્ષીય નિકુંજ પટેલ નામનાં યુવકનું હાર્ટ એટેકથી મોત થયું હોવાની માહિતી મળી છે.

કડી તાલુકાનાં કુંડાલ ગામનાં નિકુંજ પટેલનું તેમનાં જન્મદિવસે જ મોત થયું છે. હાર્ટ એટેકથી મોત થતાં પરિવારમાં શોકનો માહોલ સર્જાયો છે.

રાજ્યમાં હાર્ટ એટેકનું પ્રમાણ વધી રહ્યું છે. કોરોના બાદ હાર્ટ એટેક આવવાના બનાવો ચોંકાવનારી રીતે વધી રહ્યા છે. કોરોનાકાળ પછી હૃદય સબંધિત રોગનું પ્રમાણ વધ્યું છે. નાની ઉંમરમાં પણ હાર્ટ એટેકથી મોત થાય છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.