જુનાગઢમાં નોરતાની તૈયારી કરી રહેલ 24 વર્ષીય યુવકને હાર્ટ એટેક આવતા મોત, ગરબે રમતા રમતા જ જમીન પર ઢળી પડ્યો

ગુજરાત
ગુજરાત

જુનાગઢમાં  24 વર્ષિય યુવકનું હાર્ટ એટેકથી મોત નિપજ્યું છે. ચિરાગ પરમાર નામનો 24 વર્ષિય યુવક નવલા નોરતાની તૈયારી કરી રહ્યો હતો. જ્યાં ગરબે રમતા રમતા જ ચિરાગને હ્રદય રોગનો હુમલો થયો અને જમીન પર ઢળી પડ્યો. હોસ્પિટલમાં દાખલ કરતા જ તબીબોએ યુવકને મૃત જાહેર કર્યો. આશાસ્પદ અને યુવા દિકરાના મોતથી પરિવારના સભ્યોમાં શોકની લહેર ફરી વળી છે.

આપને જણાવી દઇએ કે ચિરાગ પરમાર ગરબાનો શોખીન હતો. ચિરાગના કેટલાક વીડિયો સામે આવ્યા છે, જેમાં ચિરાગ ગરબે ઘુમી રહ્યો છે. વીડિયો દ્વારા ચિરાગનો ગરબા પ્રેમ જોઇ શકાય છે. મહત્વપૂર્ણ છે કે ચિરાગ ગરબાની અનેક સ્પર્ધાઓ જીતી ચૂક્યો છે, અને ઇનામ પણ મેળવી ચૂક્યો છે. જે ગરબા ક્લાસમાં ગરબે રમતા રમતા ચિરાગને એટેક આવ્યો, તે ક્લાસનું ચિરાગ ગૌરવ હતો.

મહત્વપૂર્ણ છે કે ગઇકાલે રાજકોટમાં એક જ દિવસમાં 3 યુવકોના હાર્ટ એટેકથી મોત નિપજ્યા હતા. રાજકોટના રૈયા રોડના 26 વર્ષિય યુવકનું હાર્ટ એટેકથી મોત થયું, તો કોઠારીયા રોડ પર 40 વર્ષિય યુવકનો હાર્ટ એટકથી જીવ ગયો હતો. કાલાવડ રોડ વિસ્તારનો યુવક પણ હાર્ટ એટેકનો શિકાર બન્યો હતો. ત્યારે સતત બીજા દિવસે હાર્ટ એટેકથી મોતની ચોથી ઘટના સામે આવી છે. આમ બે દિવસમાં હાર્ટ એટેકે 4ના ભોગ લીધા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.