17 વર્ષની સગીરને બનાવ્યો હવસનો શિકાર, આરોપીએ પોલીસ કસ્ટડીમાં ગુમાવ્યો જીવ

ગુજરાત
ગુજરાત

સુરત જિલ્લામાં એક સગીર પર સામૂહિક બળાત્કાર કરવાના આરોપમાં ધરપકડ કરાયેલા બેમાંથી એકનું પોલીસ કસ્ટડીમાં મોત થયું હતું. ગુરુવારે આ વિશે માહિતી આપતા એક અધિકારીએ જણાવ્યું કે પોલીસ કસ્ટડી દરમિયાન શ્વાસ લેવામાં તકલીફની ફરિયાદ બાદ શિવશંકર ચૌરસિયા નામના આરોપીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો જ્યાં તેનું મૃત્યુ થયું હતું. શિવશંકર ચૌરસિયા (45) અને મુન્ના પાસવાન (40)ની બુધવારે સગીર સાથે સામૂહિક બળાત્કારના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી.

17 વર્ષની છોકરી પર સામૂહિક બળાત્કારનો આરોપ

સુરત જિલ્લા પોલીસ અધિક્ષક હિતેશ જોયસરે જણાવ્યું હતું કે, ‘મને જાણ કરવામાં આવી હતી કે ચૌરસિયાએ બપોરે 2 વાગ્યે શ્વાસ લેવામાં તકલીફની ફરિયાદ કરી હતી. તેને કામરેજ વિસ્તારમાં આવેલા આરોગ્ય કેન્દ્રમાં લઈ જવામાં આવ્યો હતો. જે બાદ ચૌરસિયાને નવી સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું. તેણે કહ્યું હતું કે સાંજે પોલીસ પાસવાનને રિમાન્ડ પર લેવા માટે કોર્ટમાં રજૂ કરશે. પોલીસના જણાવ્યા અનુસાર, પાસવાન, ચૌરસિયા અને અન્ય એક આરોપીએ મંગળવારની રાત્રે માંગરોળ તાલુકામાં 17 વર્ષની એક છોકરી પર સામૂહિક બળાત્કાર કર્યો હતો.

પોલીસે જણાવ્યું કે આ ઘટનામાં સંડોવાયેલો ત્રીજો આરોપી હજુ સુધી પકડાયો નથી. એસપીએ કહ્યું, ‘સગીર યુવતી તેના કોચિંગ ક્લાસ પછી તેના મિત્રોને મળવા ગઈ હતી. રાત્રે સાડા દસ વાગે તેણે તેના બે મિત્રો સાથે આઈસ્ક્રીમ ખાધો હતો. તે અને તેનો મિત્ર મોટો બોરસરા ગામ પાસે એક નિર્જન જગ્યાએ બેઠા હતા ત્યારે ત્રણ વ્યક્તિઓ તેમની પાસે આવ્યા હતા. પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે ત્રણેયે યુવતીને પકડી લીધી હતી, જ્યારે તેના મિત્રો ત્યાંથી ભાગી ગયા હતા. તેણે કહ્યું કે આ પછી તેણે છોકરી સાથે રેપ કર્યો અને પછી ભાગી ગયો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.