ભગવત ગીતાના શ્ર્લોક લખેલી ૧૪૦ ફુટની રાખડી મુખ્યમંત્રી ને અપૅણ કરવામાં આવી

ગુજરાત
ગુજરાત

ભાઈ બહેનના પ્રેમની અભિવ્યક્તિ સમા રક્ષાબંધન પવૅની બહેનો અને માતા દ્વારા મુખ્યમંત્રી સાથે રક્ષાબંધન ની ઉજવણી કરાઈ: ભાઇ બહેનના અપાર સ્નેહ અને અતૂટ લાગણીની અભિવ્યક્તિ ના પવિત્ર ઉત્સવ રક્ષાબંધન પર્વે મુખ્યમંત્રીને રાજ્યભરમાંથી આવેલી બહેનો – માતાઓ એ રાખડી બાંધી રક્ષા કવચ પૂરું પાડ્યું હતું.

પ્રદેશ ભાજપ મહિલા મોરચા ના સુશ્રી દીપિકા બહેનના નેતૃત્વ અને સહયોગથી વિવિધ જિલ્લાઓની માતૃ શકિત ગાંધીનગરમાં મંત્રીમંડળ નિવાસ સંકુલના કોમ્યુનિટી હોલમાં વિશાળ સંખ્યામાં મુખ્યમંત્રીને રક્ષા બંધન કરવા માટે ઉમટી હતી અને મુખ્યમંત્રી ના કાંડે રાખડી બાંધી હતી.

મહિલા અને બાળ કલ્યાણ મંત્રી ભાનુબેન બાબરીયા, ગાંધીનગરના ધારાસભ્ય રિટા બહેન પટેલ, મેયર મીરાં બહેન તેમજ સમાજ ના વિવિધ વર્ગોની બહેનોએ ભુપેન્દ્ર પટેલ ને રક્ષા કવચ રાખડી બાંધીને પ્રદાન કર્યું હતું. મુખ્યમંત્રીને નાની દીકરીઓ અને દિવ્યાંગ બહેનોએ પણ રાખડી બાંધી આદર ભાવ વ્યક્ત કર્યો હતો.આ અવસરે અમદાવાદની સાધના વિનય મંદિર શાળા ના બાળકોએ શ્રીમદ્ ભગવદ ગીતા ના શ્લોક લખેલી૧૪૦ ફૂટ ની વિશાળ રાખડી મુખ્યમંત્રીને અર્પણ કરી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.