રાજ્યમાં કોરોનાના નવા ૯૬૦ કેસ : ૧૯ લોકોના મૃત્યુ થયા

ગુજરાત
ગુજરાત

ગાંધીનગર : રાજ્યમાં સતત છઠ્ઠા દિવસે કોરોના પોઝિટિવનો આંકડો ૯૦૦ને પાર થઈ ૯૬૦ કેસ નોંધાયા હતા. આજે રાજ્યમાં ૫૨૪૨૯૭ ટેસ્ટ કોરોનાના કરવામાં આવતા ૯૬૦ કેસ પોઝિટિવ નોંધાયા હતા. ગુજરાતમાં કોરોના બેકાબુ બની રહ્યો છે. ત્યારે સાવચેતીના તમામ પગલા લેવામાં આવી રહ્યા છે. તેમ છતાં આંકડો વધતો જઈ રહ્યો છે. રાજ્યમાં આજે કોરોનાના ૧૯ દર્દીઓના મોત થતા કુલ મૃત્યુઆંક ૨૧૨૭ થયો છે. રાજ્યમાં આજે ૧૦૬૧ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવતા કુલ ડિસ્ચાર્જ કરવાનો આંકડો ૩૪૦૦૫ થયો છે. રાજ્યમાં હાલની સ્થિતિએ ૧૧૩૪૪ એક્ટિવ કેસ છે. જેમાં ૭૫ વેન્ટીલેટર પર ૧૧૨૬૯ દર્દી સ્ટેબલ છે. ગુજરાતના આરોગ્ય વિભાગના સામે સતત ઓછા ટેસ્ટ કરવાનો આરોપ છે. પરંતુ છેલ્લા બે દિવસથી આરોગ્ય વિભાગે કોરોના ટેસ્ટ વધારી દીધા છે. આજે ૫ લાખને પાર કુલ ટેસ્ટ પહોંચ્યા હતાં.રાજ્યમાં ૨૪ કલાકમાં કોવિડના કારણે ૧૯ દર્દીઓના મોત થયા છે. સુરત કોર્પોરેશનમાં ૭, અમદાવાદ કોર્પોરેશનમાં ૪, સુરતમાં ૩, કચ્છમાં ૨, બનાસકાંઠામાં ૧, નવસારીમાં ૧ અને રાજકોટમાં ૧ દર્દીના મોત થયા છે. આજે કોરોનાના ૯૬૦ કેસ નોંધાયા છે જેમાં સુરત કોર્પોરેશમાં ૨૦૩, અમદાવાદમાં કોર્પોરેશનમાં ૧૮૨, સુરતમાં ૬૫, વડોદરા કોર્પોરેશનમાં ૪૧, રાજકોટ કોર્પોરેશનમાં ૩૮, વડોદરામાં ૩૭, જુનાગઢ કોર્પોરેશનમાં ૨૭, મહેસાણામાં ૨૪, બનાસકાંઠામાં ૨૧, ભાવનગરમાં ૨૧, ગાંધીનગરમાં ૨૦, રાજકોટમાં ૧૯, વલસાડમાં ૧૯, અમદાવાદમાં ૧૭, નવસારીમાં ૧૭, ભાવનગર કોર્પોરેશનમાં ૧૫, ખેડામાં ૧૫, પાટણમાં ૧૫, સુરેન્દ્રનગરમાં ૧૫,
ભરુચમાં ૧૩, જુનાગઢમાં ૧૩, સાબરકાંઠામાં ૧૨, ગીર સોમનાથમાં ૧૧, અમરેલીમાં ૧૦, દાહોદમાં ૧૦, કચ્છમાં ૧૦, જામનગર કોર્પોરેશનમાં ૯, ગાંધીનગર કોર્પોરેશનમાં ૮, પંચમહાલમાં ૮, આણંદમાં ૭, બોટાદમાં ૭, મહીસાગરમાં ૭, છોટા ઉદેપુરમાં ૬, નર્મદામાં ૬, અરવલ્લીમાં ૪, મોરબીમાં ૪, તાપીમાં ૨, ડાંગ અને જામનગરમાં ૧-૧ કેસ સપાટીએ આવ્યા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.