અમદાવાદમાં આજે વધુ 9 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા
રાજ્યમાં કોરોના કેસની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. ત્યારે અમદાવાદમાં સતત નવા કેસોની સંખ્યા વધી રહી છે. જેમાં અમદાવાદમાં કોરોનાના સંક્રમણમાં ધીરે ધીરે વધારો થઇ રહ્યો છે. અમદાવાદ શહેરમાં કોરોનાના નવા નવ કેસ નોંધાયા છે. 4 પુરૂષ અને 5 મહિલા કોરોનાના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે.અમદાવાદમાં વિવિધ વિસ્તારોમાં કોરોના કેસની સંખ્યા જોવા મળી રહી છે. જેમા આજે નોંધાયેલા નવા કેસમાં નવરંગપુરા, થલતેજ,બોડકદેવ, જોધપુરમાંથી સૌથી વધુ કેસ નોંધાયા છે. જો કે આ તમામની ટ્રાવેલ હિસ્ટ્રી સામે આવી છે. જાપાન, ઓસ્ટ્રેલિયા, કેરળ, અમેરિકાની ટ્રાવેલ્સ હિસ્ટ્રી સામે આવી છે.
અમદાવાદ શહેરમાં કોરોનાના વધુ 9 કેસ નોંધાતા હાલ અમદાવાદમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 59 પહોંચી છે. આ સાથે જ બે દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરાયા હોવાની વિગતો સામે આવી રહી છે. તેમજ આજે વધુ 7 દર્દીને કોરોનામાંથી ડિસ્ચાર્જ આપવામાં આવ્યા છે.આ અગાઉ શુક્રવારે અમદાવાદમાં કોરોનાના 500 જેટલા ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે, પરંતુ કેસ 10થી ઓછા આવી રહ્યા છે. જેમાં એક દિવસમાં સાત કોરોનાના કેસ નોંધાયા છે. જેમાં 1 પુરૂષ અને 6 મહિલા છે. જ્યારે ગઈકાલે આઠને ડિસ્ચાર્જ આપવામાં આવ્યો છે, બે હોસ્પિટલાઈઝ છે જ્યારે 55 હોમ આઇસોલેશન હેઠળ હતા.