બોગસ દસ્તાવેજથી શહેરમાં વસતા 9 બાંગ્લાદેશી ઝડપાયા, પાનકાર્ડ, ફ્લાઇટના બોર્ડિંગ પાસ મળ્યા

ગુજરાત
ગુજરાત

એસઓજીએ ઓપરેશન બાંગ્લાદેશી પાર પાડીને મોટી સફળતા હાંસલ કરી છે. નવ બાંગ્લાદેશીઓ જેમાં પુરૂષો અને મહિલાઓ સહિત વિવિધ વિસ્તારોમાંથી ધરપકડ કરવામાં આવી છે.આ સાથે તેમને નકલી ભારતીય દસ્તાવેજો આપનાર વ્યક્તિની પણ ધરપકડ કરવામાં આવી છે.

શહેરમાં ગેરકાયદેસર રીતે રહેતા બાંગ્લાદેશીઓને શોધીને પકડવા માટે SOGની જુદી જુદી ટીમો માનવ સ્ત્રોત અને ટેકનીકલ સર્વેલન્સની મદદથી તપાસ કરી રહી હતી. દરમિયાન બાંગ્લાદેશી પોતે ભારતીય નાગરિક હોવાના બોગસ આધાર પુરાવા બનાવીને પોતે ભારતીય નાગરિક હોવાનો દાવો કરી વસવાટ કરી રહ્યા હોવાનું જાણવા મળ્યું હતું.

આ બાતમીના આધારે SOGની અલગ-અલગ ટીમોએ શહેરના વિવિધ વિસ્તારોમાં સર્વેલન્સ રાખ્યું હતું અને ત્યારબાદ દરોડા પાડીને ત્રણ મહિલા અને છ પુરૂષો સહિત નવ બાંગ્લાદેશીઓની ધરપકડ કરી હતી.આ ઉપરાંત નવ મોબાઈલ, ભારતીય આધાર કાર્ડની 11 નકલો, ભારતીય પાન કાર્ડ, બાંગ્લાદેશનું નેશનલ આઈડી કાર્ડ, ભારતીય મતદાન ઓળખ કાર્ડ, ભારતીય ડ્રાઈવિંગ લાઇસન્સ, વિવિધ બેંકોના ડેબિટ કાર્ડ, સ્પાઈસ જેટની ફ્લાઈટના બોર્ડિંગ પાસ, પાસપોર્ટ અરજી ફોર્મ વગેરે નકલી દસ્તાવેજો તેમજ બાંગ્લાદેશના જન્મ પ્રમાણપત્ર મળી આવ્યા છે.

આટલું જ નહીં, આરોપીઓ બાંગ્લાદેશના સાતખીરા અને જોશીરેમાંથી ભારતમાં પ્રવેશતા હતા. તમામ 10 આરોપીઓ સામે શહેર સરથાણા, લાલગેટ,પાંડેસરા, મહિધરપુરા, ચોકબજાર અને ઉત્રાણ પોલીસ સ્ટેશનમાં વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરી ધરપકડ કરાઇ છે.

ભારતીય નાગરિકતા માટે દસ્તાવેજો આરોપી આકાશ સંજય માનકરે બનાવ્યા હતા જેમાં ફોટોશોપ દ્વારા પાન કાર્ડ, ચૂંટણી કાર્ડ અને ડ્રાઇવિંગ લાયસન્સ બનાવવામાં આવ્યા હતા.હારૂન રશીદ સુરતમાં સ્પાની આડમાં મહિલાઓને વેશ્યાવૃત્તિમાં ધકેલી દેતો હતો. તે બાંગ્લાદેશની આર્થિક રીતે નબળા વર્ગની મહિલાઓ અને પુરૂષોને પૈસાની લાલચ આપી પશ્ચિમ બંગાળના બાણગાંવથી ભારતમાં લાવતો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.