પાટણ: એક જ દિવસમાં 8 કોરોના દર્દી, લોકો અને તંત્રમાં મોટી દોડધામ
પાટણ જીલ્લામાં એક જ દિવસમાં કોરોનાના 8 દર્દીઓ સામે આવતાં લોકો અને આરોગ્ય તંત્રમાં મોટી દોડધામ મચી છે. આજે પાટણ શહેરમાં 3,શંખેશ્વરમાં 2, સિદ્ધપુર,ચાણસ્મા અને રણુંજમાં 1-1 કેસ સાથે નવા ૮ કેસો સામે આવ્યા છે. આ તરફ જીલ્લામાં અત્યાર સુધી કોરોના કુલ 165 કેસ નોંધાયા હોવાનું સામે આવ્યુ છે. પાટણ શહેરમાં અનલોકમાં મળેલી છુટછાટ વચ્ચે અનેક સ્થળોએ સંક્રમણ બેકાબૂ બન્યુ રહ્યુ છે.
પાટણ જીલ્લામાં આજે કોરોનાના નવા 8 દર્દીઓ સામે આવ્યા છે. જેમાં સવારે પાટણ શહેરના છીંડીયા દરવાજા પાસેની આસોપાલવ સોસાયટીમાં રહેતા 59 વર્ષિય પુરૂષ(ખાનગી લેબ,અમદાવાદ), રણુંજના રાજાણીવાસની બજારમાં 67 વર્ષિય પુરૂષ(સોલા સિવીલ,અમદાવાદ) અને ચાણસ્મા કે.બી.ટ્રસ્ટ હોસ્પિટલની પાસે આવેલી ખોડીયાર સોસાયટીમાં 47 વર્ષિય પુરૂષ(ખાનગી લેબ,અમદાવાદ)નો કોરોના રીપોર્ટ પોઝિટીવ આવ્યો હતો. જોકે બપોર બાદ નવા પાંચ કેસ સામે આવતાં આરોગ્યમાં દોડધામ મચી છે.
પાટણ જીલ્લામાં આજે બપોર બાદ નવા 5 કેસ સામે આવ્યા છે. જેમાં શહેરનાં સત્યમનગર સોસાયટી (સિદ્ધપુર રોડ એલ.પી.ભવન સામે)માં રહેતા 58 વર્ષિય પુરુષનો તેમજ જીવનધારા સોસાયટી(કેનાલ રોડ)માં રહેતા 58 વર્ષિય પુરુષનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. આ તરફ શંખેશ્ચરનાં પારસનાથ સોસાયટીમાં રહેતા 45 વર્ષિય પુરુષ તેમજ 35 વર્ષિય મહિલા, સિદ્ધપુર શહેરનાં નવા ટાવર (ગણેશ નગર) વિસ્તારમાં રહેતાં 49 વર્ષિય પુરૂષનો કોરોના રીપોર્ટ પોઝિટીવ આવ્યો છે.
આ તમામ દર્દીઓમાં તાવ, ખાંસી, શ્ચાસ લેવામાં તકલીફ, ગળામાં દુ:ખાવો થતો હોવાનાં લક્ષણો દેખાતા તેમના કોરોના સેમ્પલ લેવામાં આવતા પોઝિટીવ આવ્યા હતાં. પાટણ જિલ્લા માટે અનલોક-૧નાં પિરીયડમાં ગાઈડલાઈનના ચુસ્ત અમલમાં વહીવટીતંત્ર ઊણુ ઉતર્યુ છે આથી અત્યાર સુધીનાં 26 દિવસોમાં લોકડાઉનના 4 તબક્કાનાં 70 દિવસો કરતા પણ વધુ ઘાતક પુરવાર થયા છે. પાટણ…
પાટણ શહેરની સોસાયટીના 6માં થી 5 ગેટ બંધ છતાં ઘુસી ગયો કોરોના
પાટણ શહેરમાં કેનાલ રોડ પર આવેલી મોટી અને ધનાઢ્ય રેસીડેન્સી એવી જીવનધારા સોસાયટીમાં કોરોના પોઝિટીવ આવ્યો છે. જેમાં સૌથી મહત્વની વાત છે કે, લોકડાઉન દરમ્યાન જીવનધારા બંગલોના 6 ગેટ પૈકી 5 બંધ રાખી માત્ર 1 ગેટ ખુલ્લો રાખતાં હતા. આ સાથે ગેટ પર સતત સેનેટાઇઝની વ્યવસ્થા હોવા છતાં કોરોના ઘુસી જતાં ચકચાર મચી ગઇ છે. આ તમામ કાળજી વચ્ચે અનલોકમાં કોરોના પોઝીટીવ આવતાં રહીશોમાં ફફડાટ વ્યાપી ગયો છે.