દ્વારકા હાઇવે પર ગમખ્વાર અકસ્માતમાં એક જ પરિવારના 5 લોકો સહિત 7ના મોત
જેમાં એક બસ, બે કાર અને એક મોટર સાઈકલ વચ્ચે જોરદાર અકસ્માત થયો છે. જેમાં 7લોકોના મોત અને 15 લોકો ઘાયલ છે. ઘાયલોને પ્રાથમિક સારવાર આપ્યા બાદ ખંભાળિયાની સિવિલ હોસ્પિટલમાં વધુ સારવાર માટે ખસેડાયા છે.
આ અકસ્માત એટલો ગમખ્વાર હતો કે વાહનોના ફૂરચા બોલી ગયા હતા. આ ગોઝારા અકસ્માતમાં એક જ પરિવારના 5 લોકો સહિત 7 લોકોના મોત થયા છે. જ્યારે અકસ્માતમાં મૃતકોમાં બે માસૂમ બાળક પણ સામેલ છે. મળતી વિગતો મુજબ મોટાભાગના મૃતકો ગાંધીનગરના કલોલ તાલુકાના પલસાણા ગામના રહેવાસી છે. આ ઘટનાના પગલે સમગ્ર દ્વારકા જિલ્લાની રેસ્ક્યૂ ટીમ, ડોક્ટરો, સેવાભાવી કાર્યકરો ઘટનાસ્થળે દોડી ગયા અને રાહત બચાવની કામગીરી હાથ ધરી હતી.
15થી વધુ ઇજાગ્રસ્તોને સારવાર માટે ખસેડાયા આ અકસ્માતમાં જુદા જુદા વાહનોમાં સવાર સાત મુસાફરોના મોત નીપજ્યાં હતા. જ્યારે અન્ય આશરે 15થી વધુ મુસાફરોને નાની-મોટી ઈજાઓ થતાં દ્વારકાની હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર અપાયા બાદ ખંભાળિયા સ્થિત ડીસ્ટ્રીક્ટ જનરલ હોસ્પિટલ ખાતે તમામને ખસેડવામાં આવ્યા હતા.
Tags 5 people died Dwarka highway family