રાજ્યમાં કોરોનાના નવા 695 કેસ નોંધાયા, 2122 દર્દીઓ સાજા થયા, રિકવરી રેટ 96.98 ટકા

ગુજરાત
ગુજરાત

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 695 કેસ નોંધાયા છે. જેની સામે 2122 દર્દીઓ સાજા થયા છે. કોરોનાથી સાજા થનાર દર્દીઓની સંખ્યામાં સતત વધારો યથાવત્ છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19 ના કારણે 11 દર્દીના મોત થયા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 9955 થયો છે. રાજ્યમાં સાજા થવાનો દર 96.98 ટકા છે. અત્યાર સુધીમાં 1,89,14,643 વ્યક્તિઓને કોરોના વેક્સીન આપવામાં આવી છે. આજે કુલ 2,58,797 વ્યક્તિઓનું રસીકરણ થયું છે.

રાજ્યમાં નવા કોરોના વાયરસ કેસમાં અમદાવાદમાં 113, સુરતમાં 119, વડોદરામાં 114, રાજકોટમાં 51, જૂનાગઢમાં 41, જામનગરમાં 30, ગીર સોમનાથમાં 23, આણંદમાં 21, મહેસાણામાં 19, ભરૂચમાં 18, નવસારીમાં 16, અમરેલી, પંચમહાલ, ગાંધીનગરમાં 12-12, કચ્છ, સાબરકાંઠામાં 11-11, વલસાડમાં 10 સહિત કુલ 695 કેસ નોંધાયા છે.

રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના કારણે 11 દર્દીઓના મોત થયા છે. અમદાવાદમાં 3, સુરતમાં 3, જામનગરમાં 2 જ્યારે વડોદરા, ભરુચ, અમરેલીમાં 1-1 દર્દીઓના મોત થયા છે. બીજી તરફ અમદાવાદમાં 242, સુરતમાં 178, વડોદરામાં 541, રાજકોટમાં 37, જામનગરમાં 273, કચ્છમાં 188, મહેસાણામાં 81, જૂનાગઢ, વલસાડમાં 51-51, ગીર સોમનાથ, ભરુચમાં 49-49, નવસારીમાં 47, અરવલ્લીમાં 44 સહિત કુલ 2122 દર્દીઓએ કોરોના વાયરસને મ્હાત આપી છે.

રાજ્યમાં અત્યારે કુલ 14724 દર્દીઓ એક્ટિવ પેશન્ટ તરીકે દાખલ છે, જેમાં 351 દર્દીઓ વેન્ટીલેટર પર છે. રાજ્યમાં 14373 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 793028 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.