વડોદરાના તાંદલજામાં કોમ્પલેક્ષના પાર્કિંગમાં આગ લાગતા 6 ટુ- વ્હીલર બળીને ખાખ

ગુજરાત
ગુજરાત

વડોદરા શહેરમાં દિવસ ભર નાના-મોટા આગના બનાવો સામે આવતા હોય છે. આજે સવારે શહેરના તાંદલજા વિસ્તારમાં યોગી કુટીર પાસે આવેલ પુનિત કોમ્પ્લેક્સના પાર્કિંગમાં આવેલ મીટરમાં અચાનક આગનો બનાવ સામે આવ્યો હતો. આ બનાવમાં પાર્કિંગમાં રહેલ 6 ટુ- વ્હીલર આગમાં બળીને ખાખ થઈ ગઈ હતી. આ બનાવને લઇ ફાયર વિભાગને જાણ થતા તાત્કાલિક પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો.શહેરના તાંદલજા વિસ્તારમાં યોગી કુટીર પાસે આવેલ પુનિત કોમ્પ્લેક્સના બી ટાવરના પાર્કિંગમાં આવેલ મીટરમાં આગ લાગી હતી. આ બનાવ અંગે ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. ફાયરને કોલ મળતાની સાથે તાત્કાલિક વડીવાડી અને ભાયલી ફાયર વિભાગનો સ્ટાફ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યો હતો. આ આગ મીટર પાસે રહેલ ટુ- વ્હીલરમાં ફેલાઈ હતી. જેમાં 6 ટુ- વ્હીલર બળીને ખાખ થઈ ગયા હતા. ફાયરે પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. પાર્કિંગમાં રહેલ કેટલોક ફર્નિચરનો સમાનમાં પણ નજીવું નુકસાન થયું હતું.

આ બનાવ અંગે ફાયર વિભાગ દ્વારા વીજ કંપનીના કર્મચારીઓને જાણ કરતા તાત્કાલિક ઘટનાસ્થળે આવી વીજ પુરવઠો બંધ કર્યો હતો. આ બનાવને લઇ કોમ્પલેક્ષમાં લગાવેલ સીસીટીવી કેમેરા પણ બળીને ખાખ થઈ ગયા હોવાની વિગતો સામે આવી છે. પાર્કિંગ પાસે સોફાનું ગોડાઉન હતું અને ફર્નીરનો કેટલોક સમાનને નજીવું નુકસાન પહોંચ્યું છે.આ બનાવ અંગે સ્થાનિક દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, જો આ આગના બનાવમાં ફાયર વિભાગ તાત્કાલિક ન પહોંચ્યું હોત તો કદાચ આ આગ પાસે રહેલ ફર્નિચફના ગોડાઉનમાં પ્રસરત અને મોટું નુકસાન થવાની સંભાવનાઓ હતી. જોકે, ફાયર વિભાગના જણાવ્યાં અનુસાર શોર્ટસર્કિટ ફર્નિચરની દુકાનની પાછળ થયું હોવાનું જણાવ્યું છે. સદનસીબે આ બનાવમાં મોટી જાનહાનિ થઈ નથી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.