રાજકોટ અગ્નિકાંડના આરોપી સાગઠીયાની ઓફિસમાંથી મળ્યું 5 કરોડ રોકડા અને 15 કિલો સોનું
રાજકોટ અગ્નિકાંડ કેસમાં ACBએ ચોંકાવનારી બાબતો મેળવી છે. એસીબીએ ટાઉન પ્લાનિંગ ઓફિસરની ખાનગી ઓફિસમાંથી રૂ. 3 કરોડ રોકડા અને રૂ. 15 કરોડની કિંમતનું 22 કિલો સોનું રિકવર કર્યું છે, જેની કુલ કિંમત રૂ. 18 કરોડ છે. અગાઉ, એસીબીએ આરોપી મનસુખ સંગાઠીયાની રૂ. 10 કરોડની મિલકત જપ્ત કરી છે, જેમાં 2 પેટ્રોલ પંપનો પણ સમાવેશ થાય છે.
મહત્વનું છે કે, આ પહેલા પણ રાજકોટના ગેમ ઝોનમાં થયેલા વિસ્ફોટના મુખ્ય આરોપી એમ.ડી. સાગઠીયાની તપાસમાં એન્ટી કરપ્શન બ્યુરો (ACB) દ્વારા ચોંકાવનારા ખુલાસા કરવામાં આવ્યા હતા.. ACB દ્વારા ચાલતી તપાસમાં સાગઠીયા પાસેથી 10.55 કરોડ રૂપિયાની અપ્રમાણસર મિલકત મળી આવી હતી.