વડોદરાના ભાયલીના સગીરા પર સામૂહિક દુષ્કર્મના 5 નરાધમો ઝડપાયા

ગુજરાત
ગુજરાત

બીજા નોરતાની રાતે બનેલી ઘટના બાદ પોલીસ આકાશ પાતાળ એક કર્યા હતા: વડોદરાના ભાયલીના સગીરા પર સામૂહિક દુષ્કર્મનો બનાવ બીજા નોરતાની રાતે બન્યો હતો. જેને કારણે હેવાનોને પકડવા પોલીસે દિવસે ગરબા ગાવા પડ્યા હતા. 48 કલાક બાદ પોલીસે સામૂહિક દુષ્કર્મના 5 નરાધમોને ઝડપી પાડયા છે. POP કરવાના વ્યવસાય સાથે સંકળાયેલા મૂળ ઉત્તરપ્રદેશના આરોપીઓ લઘુમતી વસ્તી ધરાવતાં તાંદલજા વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી રહેતા હતા. અન્ય ધર્મના આરોપીઑ નશામાં ધૂત હતા.

ગેંગરેપ માટે હવે બદનામ થઈ ચૂકેલા વડોદરામાં બીજા જ નોરતે રાતે ભાયલીના અવાવરુ વિસ્તારમાં નરાધમોએ 16 વર્ષની સગીરા પર સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું. ગરબા રમવા નીકળેલી સગીરા શહેરના ભાયલીથી 2 દૂર વિસ્તારમાં મિત્ર સાથે બેઠી હતી, ત્યારે 3 નરાધમોએ જઇ તેના મિત્રને ગોંધી સગીરા પર સામૂહિક દુષ્કર્મ ગુજાર્યું હતું. જોકે, આ ઘટનામાં છાણાં થપાતા 48 કલાક બાદ પોલીસે આરોપીઓને ઝડપી પાડ્યા છે. આ બનાવ જિલ્લા પોલીસ તંત્રના તાલુકા પોલીસ મથકની હદમાં બન્યો હોવાથી શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ઝડપાયેલા આરોપીઓને જિલ્લા પોલીસને સોંપશે એમ જાણવા મળે છે. આરોપીઓ લઘુમતી વસ્તી ધરાવતાં તાંદલજા વિસ્તારના હોવાનું જાણવા મળ્યું છે. ત્રણ નરાધમો સહિત તમામ પાંચ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. ઝડપાયેલા આરોપીઓમાંથી દુષ્કર્મ આચરનાર ત્રણ આરોપી અન્ય ધર્મ હોવાનું સામે આવ્યું છે. અને આ અન્ય ધર્મના મૂળ ઉત્તરપ્રદેશના રહેવાસી છે.

વડોદરામાં ગેંગરેપના ‘નરાધમોને જાહેરમાં ફાંસી આપો’ના પ્લેકાર્ડ સાથે ખેલૈયાઓ ગરબા રમ્યા: વડોદરાના નવાયાર્ડ વિસ્તારમાં આવેલ રામેશ્વર ચાલમાં છેલ્લા છ વર્ષથી બાલ ગોપાલ મહોત્સવની ઉજવણી થાય છે.  બે દિવસ પહેલા ભાયલીમાં એક દીકરી સાથે દુષ્કર્મ થયું, મુદ્દાની વાત એ છે કે, તંત્ર સુરક્ષાને લઈને મોટી-મોટી વાતો કરે છે પરંતુ, વડોદરા શહેરની દીકરીઓ આજે સુરક્ષિત નથી. આ દુષ્કર્મની ઘટના બાદ મોટાૃ-મોટા નેતાઓ ડફાસો મારે છે કે, ચમરબંધીઓને છોડવામાં નહીં આવે અમને એવું લાગે છે કે, ચમરબંધીઓ જેવો શબ્દ કોઈ વાપરે તો કોઈ ગભરાશે પરંતુ, ચમરબંધીઓને કોઈ અસર પડતી નથી. દુષ્કર્મના આરોપીઓ ખુલ્લેઆમ ફરી રહ્યા છે. તેથી નરાધમોને જાહેરમાં ફાંસી આપો’ના પ્લેકાર્ડ સાથે ખેલૈયાઓ ગરબા રમ્યા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.