કોરોના સૌરાષ્ટ્ર રાજકોટમાં 47 કેસ-7ના મોત અમરેલીમાં 38 દીવમાં 8 અને ગોંડલમાં 2 કેસ નોંધાયા

ગુજરાત
ગુજરાત

રાજકોટમાં કોરોના વિસ્ફોટ થયો હોય તેમ ગઇકાલ સાંજના 5 વાગ્યાથી આજે બપોરના 12 વાગ્યા સુધીમાં 47નો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. રાજકોટમાં કુલ કેસની સંખ્યા 928 થઇ છે. જેમાં 527 લોકો સારવાર હેઠળ છે. રાજકોટમાં કોરોના કાળ સમાન બની રહ્યો છે. ગઈકાલ શનિવાર રાતથી આજે રવિવારે બપોરે 12 વાગ્યા સુધીમાં 7 દર્દીના કોરોનાથી મોત નીપજ્યા છે. ચાર દર્દીના સિવિલ હોસ્પિટલમાં અને ત્રણ દર્દીના ખાનગી હોસ્પિટલમાં મોત નીપજ્યા છે. ગઈકાલે છ દર્દીના મોત નીપજ્યા હતા. અમરેલીમાં કોરોના વિસ્ફોટ થતા 38 કેસ અને દીવમાં 7 કેસ નોંધાયા છે. ગોંડલના ગ્રામ્ય વિસ્તારમાં આજે રવિવારે વધુ 2 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે.

અમરેલી જિલ્લામાં આજે કોરોના વિસ્ફોટ થયો હોય તેમ એકસાથે 38 કેસ નોંધાયા છે. અત્યાર સુધી એક દિવસમાં સૌથી વધુ આજે કેસ નોંધાયા છે. અમરેલી જિલ્લામાં કુલ કેસની સંખ્યા 329 થઈ છે. અત્યાર સુધીમાં 16ના મોત અને 125 દર્દી સારવાર હેઠળ છે. તેમજ 188 લોકો સાજા થયા છે. કેન્દ્ર શાસિત પ્રદેશ દીવમાં નવા 7 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે.

ગોંડલના સુલતાનપુર તેમજ વેકરીમાં એક-એક પોઝિટિવ કેસ નોંધાયો છે.હંસાબેન પાનસુરિયા (ઉં.વ.70 રહે.વેકરી) અને જયંતીભાઈ વિઠ્ઠલભાઇ (ઉં.વ.61 રહે.સુલતાનપુર)નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હેલ્થ ટીમ દ્વારા જરૂરી કાર્યવાહી કરવામાં આવી રહી છે. હેલ્થ ટીમ દ્વારા વિસ્તારમાં સર્વે તેમજ પોઝિટિવ દર્દીના સંપર્કમાં આવેલા લોકોને ક્વોરન્ટીન કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.

રાજકોટ જિલ્લામાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા 1336 પર પહોંચી છે. ભાવનગર જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 1150 પર પહોંચી છે. રાજકોટમાં છેલ્લા એક અઠવાડિયાથી સરેરાશ 55 કેસ નોંધાય રહ્યા છે. ગઈકાલે શનિવારે એક જ દિવસમાં રાજકોટ શહેરમાં રેકોર્ડબ્રેક 50 પોઝિટિવ કેસ નોંધાયા હતા. જ્યારે ગ્રામ્ય વિસ્તારોમાં 15 કેસ નોંધાયા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.