350 કરોડનુ 50 કિલો હેરોઈન જપ્ત કર્યુ: ગુજરાત ATS

ગુજરાત
ગુજરાત

ગુજરાતમાં ATSની સાથે ઈન્ડિયન કોસ્ટ ગાર્ડે એક સંયુક્ત ઓપરેશનમાં મોટા પ્રમાણમાં ડ્રગ્સ લઈ જઈ રહેલા પાકિસ્તાની દાણચોરોની ગેંગને પકડી છે. આ દાણચોરો અલ સાકાર નામની બોટથી ભારતમાં ડ્રગ્સ લાવવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. પોલીસે તેમની પાસેથી 50 કિલો હેરોઈન જપ્ત કર્યું છે. આંતરરાષ્ટ્રીય બજારમાં તેની કિંમત 350 કરોડ જણાવવામાં આવી રહી છે. બોટમાં કુલ 6 ક્રૂ મેમ્બર હતા. પોલીસ દ્વારા તેઓની ધરપકડ કરવામાં આવી છે અને તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે. આ કાર્યવાહી આંતરરાષ્ટ્રીય દરિયાઈ સીમા રેખા (IMBL)નજીક કરવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે ATS અને ઈન્ડિયન કોસ્ટ ગાર્ડને સુત્રો પાસેથી માહિતી મળી હતી કે, પાકિસ્તાન તરફથી એક બોટમાં ડ્રગ્સનો જંગી જથ્થો ભારતમાં લાવવામાં આવી રહ્યો છે. આ અંગે સંયુક્ત ઓપરેશનનું આયોજન કરીને બંને સંસ્થાઓના કર્મચારીઓએ કાર્યવાહી કરી તેમને પકડી પાડ્યા હતા. બોટને વધુ તપાસ માટે જખૌ ખાતે લઈ જવામાં આવી છે. આ બોટને અરબી સમુદ્ર થઈને ભારત લાવવામાં આવી રહી હતી. જણાવી દઈએ કે, ATS અને આઈસીજીએ છેલ્લા એક વર્ષમાં 6 વખત આવી કાર્યવાહીને અંજામ આપ્યો છે.
ગુજરાત ATSના નાયબ પોલીસ અધિક્ષક શ્રી કે.કે પટેલને બાતમી મળી હતી કે, પાકિસ્તાન સ્થિત મોહમ્મદ કાદર બલોચીસ્તાન વાળો નામનો ડ્રગ્સ માફિયા કરાંચી પાકિસ્તાનનો રહેવાસી ઈબ્રાહીમ હૈદરી બંદરથી અલ-સાકાર નામની બોટ જેનો ટંડેલ અલી મોહમ્મદ છે જે તેમાં હેરોઈન ભરીને ગુજરાતના જખૌ દરિયા કિનારા મારફતે ગુજરાતમાંથી ઉતારી પંજાબ તથા ઉત્તર ભારત મોકલવાનો હતો.
આ પાકિસ્તાની બોટમાંથી 6 પાકિસ્તાની લોકની ધરપકડ કરવામાં આવી છે- 1. ઈબ્રાહીમ યુસુફ 2. શેર મહમ્મદ 3. ઝાહીદ અબ્દુલ્લા 4. મોતીય ઈદ્રિસ 5. મમતાજ હારૂન 6. અલી મોહમ્મદ.
પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, આ હેરોઈનનો જથ્થો પાકિસ્તાન સ્થિત ડ્રગ માફિયા મોહમ્મદ કાદરે મોકલાવેલો હતો અને તે આ ડ્રગ્સનો જથ્થો ગુજરાતના દરિયાકિનારે ઉતારી પંજાબ તથા ઉત્તર ભારતમાં પહોંચાડવાનો હતો. આ નાર્કોટિક્સ ડ્રગ કોર્ટેલમાં કઈ-કઈ વ્યક્તિઓ સામેલ છે તથા નાણાંકીય કડીઓ શોધી કાઢવા અંગે સઘન તપાસ હાથ ધરી છે.
આ અગાઉ પણ આઈસીજી અને ATSને 13 સપ્ટેમ્બરના રોજ સૂત્રો દ્વારા માહિતી મળી હતી કે, પાકિસ્તાન તરફથી એક બોટ ભારત તરફ આવી રહી છે. ત્યારબાદ તેમણે સંયુક્ત રૂપે કાર્યવાહી કરીને બે બોટોને દેખરેખ માટે મોકલી હતી. જ્યારે બોટ નજર આવી તો તેમણે તેને રોકવા માટે સંકેત આપ્યો અને થોડી જ વારમાં બોટને કબજામાં લેવામાં આવી હતી. તેમાંથી 40 કિલો હેરોઈન જપ્ત કરી લેવામાં આવી હતી. તેની કિંમત આતંરરાષ્ટ્રીય બજારમાં 200 કરોડ રૂપિયા જણાવામાં આવી હતી. આ બોટને પણ આગળની તપાસ માટે જખૌ લઈ જવામાં આવી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.