સોમનાથ મંદિરે શ્રાવણ માસમાં 300 પોલીસ રાઉન્ડ ધ ક્લોક ફરજ બજાવશે, 56 સીસીટીવી કેમેરા થકી બાજ નજર

ગુજરાત
ગુજરાત

આગામી સોમવાર (5 ઓગસ્ટ)થી પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થવા જઈ રહી છે ત્યારે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટ દ્વારા ભજન, ભોજન અને ભક્તિના સમન્વય સમાન શિવોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. તેમજ  પવિત્ર શ્રાવણ માસમાં સોમનાથ મંદિર ખાતે જડબેસલાક સુરક્ષા ગોઠવવામાં આવી છે.

પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શન કરવા માટે આવેલા પ્રત્યેક શિવભક્ત માટે શ્રાવણ માસ દરમિયાન વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે સોમનાથ દાદાના દર્શન માટે દેશ-વિદેશથી ભક્તો દર્શન માટે પહોંચે છે. ત્યારે ભક્તોની સુરક્ષા માટે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત કરવામાં આવ્યો છે.  એસ.પી. મનોહરસિંહ જાડેજા ના માર્ગદર્શન હેઠળ ખાસ એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે.

પવિત્ર શ્રાવણ માસમાં સોમનાથ મહાદેવન દર્શને આવતા લાખો ભક્તોની સુરક્ષા માટે ડીવાયએસપી,  2 PI, 5 PSI, 137 પોલીસ જવાનો ઉપરાંત SRP, GRD, ડોગ સ્કવોડ તૈનાત કરવામાં આવ્યા છે.  સોમનાથ મંદિરે શ્રાવણ માસમાં 300 પોલીસ રાઉન્ડ ધ ક્લોક ફરજ બજાવશે. 56 સીસીટીવી કેમેરા થકી બાજ નજર રાખવામાં આવશે.  બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોર્ડ, SRP, ઘોડેસવાર પોલીસ સહિતની ટીમો તૈનાત થશે. આ ઉપરાંત 8 બોડીવોર્ન કેમેરા સાથે પોલીસ જવાનો ફરજ બજાવશે. આ ઉપરાંત મંદિર આસપાસ PCR વાન દ્વારા સતત પેટ્રોલિંગ કરવામાં આવશે. દર્શનાર્થીઓને કોઈપણ પ્રકારની અગવડતા ન પડે તે માટે આયોજન કરવામાં આવ્યું છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.