મધ્ય ગુજરાતમાં 24 કલાકમાં દુષ્કર્મની 3 ઘટના

ગુજરાત
ગુજરાત

ઉતરપ્રદેશના હાથરસમાં યુવતી પર થયેલા ગેંગરેપ બાદ હત્યાની ઘટના હજી તાજી જ છે, ત્યારે મધ્ય ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં દુષ્કર્મની 3 ઘટના સામે આવી છે. મહીસાગર જિલ્લામાં મહિલા પર ગેંગરેપ, વડોદરામાં લગ્નની લાલચ આપીને યુવતી પર દુષ્કર્મ અને બોડેલીમાં ફેસબુક પર ફ્રેન્ડશિપ કરીને યુવાને યુવતી દુષ્કર્મ આચર્યું હતું.

મહીસાગર જિલ્લાના સંતરામપુર ટાઉન વિસ્તારમાં એક ગરીબ મહિલા વિધર્મી યુવકો દ્વારા દુષ્કર્મ ગુજારવાની ઘટના સામે આવી હતી. સંતરામપુર તાલુકા વિસ્તારની ગરીબ મહિલા પર સંતરામપુર ટાઉન વિસ્તારના વિધર્મી યુવાનો દ્વારા બ્લેક મેલ કરીને ધમકીઓ આપીને છેલ્લા 15 દિવસથી હેરાન પરેશાન કરીને મહિલા પર વારંવાર ગેંગ રેપ કરવામાં આવતો હતો. આરોપીઓએ મહિલાને પોતાના ઘરે બોલાવીને ડરાવી ધમકાવીને વારાફરથી ગેંગરેપ આચરીને પીડિત મહિલાના બાળકોને મારી નાખવા સહિતની ધમકી આપતા હતા, પરંતુ, પીડિત મહિલાએ સાહસ કરીને સંતરામપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જેથી સંતરામપુર પોલીસે ગણતરીના કલાકોમાં બન્ને આરોપીની ધરપકડ કરી લીધી હતી. આ મામલે ગુજરાત રાજ્ય મહિલા આયોગના ચેરમેન લીલાબેન અંકોલિયા ગંભીર નોંધ લઇને તપાસના આદેશ આપ્યા છે અને ગેંગ રેપ મામલે મહીસાગર પોલીસ વડા પાસે રિપોર્ટ માંગ્યો છે.

છોટાઉદેપુર જિલ્લાના બોડેલીના યુવક ધ્રુવ કામલીયાએ સોશિયલ મીડિયા પર એક યુવતી સાથે ફ્રેન્ડશિપ કરી હતી, ત્યારબાદ પ્રેમસંબંધ રાખવા દબાણ કરીને યુવતીને ઘરે બોલાવી હતી અને રૂમમાં લઇ જઇને યુવતી સાથે દુષ્કર્મ આચર્યું હતું. આ સમયે યુવકના માતા-પિતાએ પણ યુવતીને બચાવી નહોતી. ત્યારબાદ યુવકે વારંવાર યુવતીને મળવા બોલાવવા છતાં યુવતી ગઇ નહોતી. જેથી યુવાને યુવતીનું ફેસબુક એકાઉન્ટ હેક કરીને યુવતીનો નગ્ન અવસ્થાનો વીડિયો ફેસબુક પર અપલોડ કરી દીધો હતો. આ બાબતની યુવતીને જાણ થતાં તુરંત જ તેને વીડિયો ડિલિટ કરી દીધો હતો. યુવતીએ બોડેલી પોલીસ સ્ટેશનમાં આરોપી ધ્રુવનારાયણ હરીશકુમાર કામલીયા તથા તેની માતા ચારૂબેન કામલીયા અને તેના પિતા હરીશકુમાર કામલીયા(તમામ રહે, જમુનાપાર્ક સોસાયટી, બોડેલી, જિ.છોટાઉદેપુર)ના વિરૂદ્ધમાં ફરિયાદ નોંધવી છે.

વડોદરા શહેરના વાસણા-ભાયલી રોડ પર રહેતા યુવકે યુવતીને લગ્નની લાલચ આપીને 2 વર્ષ સુધી ઘરમાં રાખીને દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ વડોદરા તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાઇ છે. વડોદરા શહેરની યુવતી અને વડોદરાના વાસણા-ભાયલી રોડ પર 103, ડિવાઇન હાર્મની સોસાયટીમાં રહેતો યુવાન અભિષેક હિતેશકુમાર ઠક્કર અલકાપુરી વિસ્તારમાં આવેલી ખાનગી કંપનીમાં કામ કરતા હતા. આ દરમિયાન યુવતી અને યુવક અભિષેક વચ્ચે મિત્રતા થઇ હતી. બંને વચ્ચે મિત્રતા પ્રેમમાં પરિણમી હતી. ત્યારબાદ અભિષેકે યુવતીને લગ્ન કરવાની લાલચ આપીને તેના ઘરમાં રાખી હતી અને 2 મે, 2018થી લઇને 13 સપ્ટેમ્બર, 2020 દરમિયાન યુવતી સાથે અવારનવાર શારીરિક સંબંધો બાંધીને દુષ્કર્મ આચર્યુ હતું. ત્યારબાદ અભિષેકને તેની સાથે નોકરી કરતી યુવતી સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો. જેથી તેને પીડિત યુવતીને ઘરમાંથી બહાર કાઢી મૂકી હતી. અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેથી યુવતીએ આરોપી અભિષેક ઠક્કર સામે તાલુકા પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. પોલીસે યુવતીની ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે.

મહિલાઓ વિરુદ્ધ અપરાધના કેસોની સંખ્યા ઉત્તરપ્રદેશ કરતાં ગુજરાતમાં ભલે ઓછી હોય છતાં પણ રાજ્યમાં આ પ્રકારના અપરાધની સંખ્યા નાની નથી. ગુજરાત સરકારના સ્ટેટ ક્રાઇમ રેકોર્ડ બ્યુરોના આંકડા મુજબ, 2014થી અત્યાર સુધીમાં મહિલાઓની સતામણીની દર વરસે સરેરાશ 1400 ઘટના નોંધાય છે. જ્યારે છેલ્લા 2 વર્ષમાં જ દુષ્કર્મ અને છેડતીના 4 હજારથી વધુ બનાવો નોંધાઈ ચૂક્યા છે. 2014થી પછી રાજ્યમાં દરરોજ દુષ્કર્મની સરેરાશ 1 ઘટના તથા સતામણીની સરેરાશ 3 ઘટના નોંધાય છે.

ગત માર્ચમાં રાજ્ય સરકારે આપેલા આંકડા મુજબ, છેલ્લા બે વર્ષમાં રાજ્યમાં દુષ્કર્મની 2,723 ઘટના નોંધાઈ હતી, જેમાંથી 41 સામૂહિક દુષ્કર્મની ઘટના હતી, બીજી તરફ 20 સપ્ટેમ્બરે લોકસભામાં કેન્દ્ર સરકારે આપેલા આંકડા મુજબ, ગુજરાતમાં મહિલાઓ વિરુદ્ધ અપરાધના પેન્ડિંગ કેસોની સંખ્યા 81,138 છે, જ્યારે પોસ્કો હેઠળ નોંધાયેલા પેન્ડિંગ કેસોની સંખ્યા 6,947 છે.

 


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.