ઉત્તર ગુજરાતમાં 3 દિવસ ભારે વરસાદની આગાહી

ગુજરાત
ગુજરાત

કોરોના મહામારી વચ્ચે હવામાન વિભાગ દ્રારા ઉત્તર ગુજરાતમાં તા.14/08/2020થી 16/08/2020 સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેને લઇ બનાસકાંઠાના નિવાસી અધિક કલેક્ટરને તમામ અધિકારી અને તંત્રને હેડક્વાર્ટર નહિ છોડવા કહ્યુ છે. આ સાથે જરૂરી તકેદારી રાખવા તથા તાલુકામાં કોઇ જાનહાનિ-માલ મિલ્કતને નુકશાન થાય તો તાત્કાલિક સ્થળ તપાસ કરી નિયમોનુસારની કાર્યવાહી કરવા આદેશ કર્યો છે.

ઉત્તર ગુજરાતના મહેસાણા, પાટણ, સાબરકાંઠા અને બનાસકાંઠા જીલ્લામાં 14 ઓગષ્ટથી 16 ઓગષ્ટ સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેને લઇ તંત્રને સતર્ક રહેવા આદેશ કરવામાં આવ્યો છે.આજે બનાસકાંઠા જીલ્લા નિવાસી અધિક કલેક્ટર એ.ટી.પટેલે તમામ પ્રાંત અધિકારી, લાયઝન અધિકારી, સંકલન અધિકારી, મામલતદાર, ચીફ ઓફીસર અને તાલુકા વિકાસ અધિકારીને વરસાદને કારણે સાવચેતીના પગલાં લેવા આદેશ કર્યો છે.

હવામાન વિભાગે બનાસકાંઠા જીલ્લાના સહિત સમગ્ર ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે. જેને લઇ તંત્ર દ્રારા તમામ અધિકારીઓને પરવાનગી સિવાય હેડક્વાર્ટર નહિ છોડવા સુચના આપવામાં આવી છે. આ સાથે પાંચ ઇંચથી વધુ વરસાદ પડે તો નિયત પત્રકમાં સંબંધિત પ્રાંત અધિકારી-લાયઝન અધિકારીની સહિથી તુરંત કંટ્રોલ રૂમમાં જાણ કરવા આદેશ કર્યો છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.