![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2022/11/1031-6.png)
અમદાવાદમાં ૨૬૪ ફુડ સેમ્પલ લેવાયા હતા. તહેવાર પુરા થયા બાદ પરિણામ જાહેર કરાયા.
અમદાવાદના લોકોએ દિવાળી પર્વમાં મીઠાઈ સહિતના અન્ય પ્રકારના વ્યંજન ખાઈ લીધા બાદ મ્યુનિસિપલ તંત્રે લીધેલા શંકાસ્પદ સેમ્પલના પરિણામ જાહેર કરાયા છે.ઓકટોબર મહિનામા વિવિધ પ્રકારની ખાદ્યચીજના કુલ ૨૬૪ શંકાસ્પદ ફુડ સેમ્પલ તપાસ માટે લેવાયા હતા.આ પૈકી ફેન્સી સ્વીટ તથા ચોકલેટ બાર વીથ કોકોનેટના સેમ્પલ મિસબ્રાન્ડ જાહેર કરવામા આવ્યા છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના ફુડ હેલ્થ વિભાગ દ્વારા ૨૦ ઓકટોબરના રોજ વિનાયક સ્વીટ એન્ડ ફાસ્ટફુડ, ચાંદખેડા ખાતેથી વોટર મિલન ફેન્સી સ્વીટનું શંકાસ્પદ સેમ્પલ લેવામા આવ્યુ હતુ.આ ઉપરાંત ગાંધીરોડના ફુવારા વિસ્તારમા આવેલા મારુતિ ટ્રેડર્સને ત્યાંથી ચોકલેટ બાર વીથ કોકોનેટનું શંકાસ્પદ સેમ્પલ લેવાયુ હતુ.આ બંને સેમ્પલને અપ્રમાણિત જાહેર કરાયા છે.પાંચ થી અગિયાર નવેમ્બર દરમિયાન કુલ ૩૮ સેમ્પલ પ્રમાણિત જાહેર કરવામા આવ્યા છે. નવેમ્બર માસમાં વિવિધ ખાદ્યચીજના કુલ ૪૯ શંકાસ્પદ સેમ્પલ લઈ લેબોરેટરી તપાસ માટે મોકલી આપવામા આવ્યા છે.કુલ ૨૮ હજારની રકમ વહીવટી ચાર્જ પેટે વસૂલવામા આવી છે.