લાખણીમાં માત્ર ૩ કલાકમાં 204mm વરસાદ, શોપિંગ સેન્ટરોમાં કેડસમા પાણી ભરાયા
બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકામાં 3 કલાકમાં 8 ઇંચ ઉપરાંતનો વરસાદ ખાબક્યો હતો. જો કે, ભારે વરસાદ ખાબકતા સર્વત્ર પાણી -પાણી થઈ ગયું હતું. સતત ભારે વરસાદના પગલે ઠેરઠેર પાણી ભરાતા અફડાતફડી મચી હતી. આખરે વરસાદની ધમાકેદાર એન્ટ્રીથી આમ પ્રજા સાથે ખેડૂતોએ પણ રાહત સાથે હાશકારો અનુભવ્યો હતો.
મહત્વનું છે કે અહી વરસાદ લાવવા માટે લાખનીના માર્કેટયાર્ડના વેપારીઓ અને મહેતાજીઓએ જગદંબા મા હિંગળાજના ધામ સુધી પદયાત્રા અને ગાયો માટે ફાળો એકત્ર કરી માતાજીને મેઘરાજાને મનાવવા પ્રાર્થના કરી હતી. આપને જણાવી દઈએ કે લાખનીમાં ભારે વરસાદ પગલે સર્વત્ર પાણી પાણી થઈ ગયું હતું અને વરસાદી પાણી જાહેર સ્થળો ઉપર ઠેર ઠેર ભરાયા હતા.ખેતરો પણ પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. હાઇવે ઉપર પણ પાણીનો ભરાવો થયો હતો જ્યારે ત્રણ- ચાર શોપિંગોમાં પણ પાણી ઘુસી જતા અફરા તફરી મચી જવા પામી હતી. 3 કલાકમાં 204 મી.મી.એટલે કે 8 ઇંચ ઉપરાંતના વરસાદના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી ઉઠતા આમ પ્રજાએ બફારા અને ઉકળાટથી રાહત અનુભવી હતી. જ્યારે ભરપૂર વરસાદથી ખૂશખુશાલ ખેડુતો ચોમાસું વાવેતરની તૈયારીઓમાં પરોવાયાં હતા.
Tags Banaskantha Gujarat rain