ગાંધીનગરનાં સચિવાલય બહાર હેલ્મેટ વગરના 176 કર્મચારી દંડ કરવામાં આવ્યો

ગુજરાત
ગુજરાત

રાજ્યમાં હેલ્મેટ મુદ્દે હાઇકોર્ટ દ્વારા સરકાર અને પોલીસની ઝાટકણી કાઢવામાં આવ્યા બાદ સરકારે વિધિવત પરિપત્ર કરીને તમામ સરકારી કર્મચારીઓને હેલ્મેટ ફરજિયાત પહેરવા આદેશ કર્યો હતો. જેના પગલે ગાંધીનગરના સચિવાલય ગેટ બહાર ટ્રાફિક પોલીસ અને આરટીઓ દ્વારા ખાસ ઝુંબેશ શરૃ કરવામાં આવી હતી અને હેલ્મેટ વગરના ૧૭૬ જેટલા કર્મચારીઓને સ્થળ ઉપર જ મેમો આપવામાં આવ્યા હતા.

રાજ્યમાં ટ્રાફિકના નિયમોના પાલન અંતર્ગત હેલ્મેટ ફરજિયાત છે પરંતુ ઘણા વાહન ચાલકો તે નહીં પહેરવાને કારણે અકસ્માતમાં મોતને ભેટે છે ત્યારે આ સ્થિતિમાં રાજ્યમાં વધતા જતા અકસ્માતને પગલે હાઇકોર્ટે રાજ્ય સરકારની ઝાટકણી કાઢી હતી અને અકસ્માતના આંકડા ઘટાડવા માટે હેલ્મેટનું કડકપણે પાલન કરાવવા માટે સરકારે વિધિવત પરિપત્ર કર્યો હતો. રજા બાદ ગાંધીનગરની સરકારી કચેરીઓમાં પણ પોલીસ દ્વારા તપાસ કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું અને તેના ભાગરૃપે સચિવાલયના ગેટની બહાર ટ્રાફિક પોલીસ તેમજ આરટીઓ દ્વારા સવારથી જ ખાસ ડ્રાઇવ શરૃ કરવામાં આવી હતી.

જેમાં સચિવાલયમાં હેલ્મેટ વગર પ્રવેશતા એક પછી એ કેમ ૯૬ જેટલા કર્મચારીઓને પોલીસ દ્વારા દંડવામાં આવ્યા હતા તેમને સ્થળ ઉપર જ મેમો આપી દેવામાં આવ્યો હતો. તો આરટીઓની ટીમ દ્વારા પણ સવાર અને સાંજના સમયે કુલ ૮૦ જેટલા કર્મચારીઓને દંડવામાં આવ્યા હતા. હજી ૨૫ ઓક્ટોબર સુધી પોલીસ દ્વારા ગાંધીનગર શહેરના અલગ અલગ વિસ્તારમાં આ પ્રકારે ટ્રાફિક ડ્રાઈવ ચલાવવામાં આવનાર છે. હેલ્મેટ ઉપરાંત હાલ શહેર અને આસપાસના વિસ્તારમાં ડાર્ક ફિલ્મ અને સીટબેલ્ટ  સહિતના મુદ્દે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે.

ટ્રાફિકના નિયમોના પાલન અંતર્ગત હાલ પોલીસ દ્વારા હેલ્મેટ મુદ્દે ખાસ ઝુંબેશ શરૃ કરવામાં આવી છે તેની સાથે ગાંધીનગર જિલ્લાના અલગ અલગ માર્ગો ઉપર પણ ટ્રાફિક પોલીસ અને સ્થાનિક પોલીસ દ્વારા સંયુક્ત રીતે કામગીરી કરવામાં આવી રહી છે. જેમાં હેલ્મેટ ઉપરાંત કારમાં ડાર્ક ફિલ્મ અને સીટ બેલ્ટ સહિતના મુદ્દે વાહન ચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે અને આગામી સમયમાં પણ આ કામગીરી ચાલુ રાખવાનું નક્કી કરવામાં આવ્યું છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.