1 મહિલા સહિત 14 વોન્ટેડ આરોપી દબોચાયા

ગુજરાત
ગુજરાત

ચૂંટણી અને વિશેષ ડ્રાઇવની અસર, પોલીસ દોડતી રહી, 11 વર્ષ, સાત વર્ષ અને પાંચ વર્ષથી નાસતા-ફરતા આરોપી અંતે પકડાયા

હાલ રાજકોટ કોર્પોરેશનની ચુંટણીને લઇ રાજકીય માહોલ ગરમાયો છે. તો બીજી તરફ નાસતા-ફરતા આરોપીઓને ઝડપી લેવા રાજયના પોલીસ વડાએ વિશેષ ડ્રાઇવના આદેશ આપ્યા છે. જેની અસરના પગલે ગઇકાલે પોલીસે 14 વોન્ટેડ આરોપીઓને દબોચી લીધા હતા. ઝડપાયેલા આરોપીઓમાંથી એક 11 વર્ષથી, એક 7 વર્ષથી અને એક આરોપી પાંચ વર્ષ બાદ અંતે પોલીસના હાથે પકડાયા છે. આરોપીઓમાં 4 કેદીઓનો પણ સમાવેશ થાય છે.

ગાંધીગ્રામ પોલીસ મથકે ર009ના વર્ષમાં નોંધાયેલા ઘરેલુ હિંસા અને દહેજના ગુનામાં 11 વર્ષથી ફરાર મહીલા આરોપી દેવુબેન નાથભાઇ પરમાર (રહે. રૈયાધાર મેઇન રોડ) ને ગાંધીગ્રામ પોલીસે ઝડપી લીધા હતા. બી ડીવીઝન પોલીસ મથકે 7 વર્ષ પહેલા નોંધાયેલા ચોરીના ગુનામાં ફરાર થયેલા રવી ઉર્ફે પોપટ અશોક ગટારા (રહે. ગોંડલ) ને રાજકોટ રેન્જની ટીમે કુબલીયાપરામાંથી દબોચી બી ડીવીઝન પોલીસને સોંપી દીધો હતો. લુંટ, અપહરણના ગુનામાં છેલ્લા પાંચ વર્ષથી નાસતા-ફરતા આરોપી નીલેશ ઉર્ફે કાનો જીલુભાઇ વાઘેલા (ઉ.વ. ર8 રહે. પીપળીયા ગામ) ને માલવીયાનગર પોલીસે ત્રણ ઘાતક હથીયારો સાથે દબોચી લીધો હતો. આરોપી ઝનુની માનસીકતા ધરાવતો હોવાનું અને અગાઉ દારુ, મારામારીના પાંચ ગુનામાં સંડોવાયેલો હોવાનું પોલીસ દ્વારા જણાવાયુ હતુ.

દારુના ગુનામાં છેલ્લા 1 વર્ષથી ફરાર મહેબુબખાન ઉર્ફે મેબલો હુશેનખાન પઠાણ (રહે. ધરમનગર આરએમસી કવાર્ટર) ને ભકિતનગર પોલીસે ઝડપીલીધો હતો. આરોપી સામે ભકિતનગર, યુની. પોલીસ, ડીસીબી અને અમરેલી તથા પડધરીમાં કુલ 6 ગુના નોંધાયેલા છે. બી ડીવીઝન પોલીસ મથકે નોંધાયેલા મારામારીના ગુનામાં 6 વર્ષથી નાસતા ફરતા આરોપી અફઝલ ઉર્ફે ચોટીયો ઉર્ફે ગટીયો ઇકબાલભાઇ છબીબી (ઉ.વ. ર8 રહે. ગોંડલ) ને રાજકોટ ક્રાઇમ બ્રાંચે ઝડપી લીધો હતો.

પોલીસ જાપ્તામાથી નાસેલા આરોપીને આશરો આપવાના ગુનામાં સંડોવાયેલા ફીરોઝ ઉર્ફે બાદશાહ અબ્બાસભાઇ મકરાણી (ઉ.વ. 46 રહે. વોરાવાડ ધ્રાંગધ્રા) ને એ ડીવીઝન પોલીસની ટીમ ધ્રાંગધ્રા ખાતેથી ઝડપી લાવી હતી. આજી ડેમ પોલીસે દારુના ગુનામાં 7 માસથી ફરાર રાજુ ઉર્ફે પીન્ટુ ભારુભાઇ પરમાર (રહે. દાહોદ) ને લોઠડા ગામ નજીકથી ઝડપી લીધો હતો. બી ડીવીઝન પોલીસે છેલ્લા એક વર્ષથી પોલીસ પર હુમલો અને ફરજ રુકાવટના ગુનામાં ફરાર થયેલા ભરત ઉર્ફે મખો રૈયાભાઇ ફાંગલીયા (ઉ.વ. ર8 રહે. માર્કેટીંગ યાર્ડ પાછળ ખોડીયાર ટેકી સામે રાજકોટ) ને માર્કેટીંગ યાર્ડ પાસેથી દબોચી લીધો હતો.

પેરોલ ફર્લો સ્કવોડે વચગાળાના જામીન મેળવી હાજર ન થનાર 4 કેદીઓને દબોચી લીધા હતા જેમાં ભરણપોષણના કેસમાં દોઢ માસથી જેલમાં હાજરન થનાર સુરેશ ઉર્ફે રાયધન તળશી સોલંકી (ઉ.વ. 3પ રહે. મધુરમ સોસાયટી ખોખળદળ નદીના કાંઠે) ને મધુરમ સોસાયટી શેરી નં 7 પાસેથી ઝડપી લીધો હતો. એવીજ રીતે ભરણપોષણના કેસમાં દોઢ માસથી ફરાર ભગીરથસિંહ ભાણજીભાઇ ડાભી (ઉ.વ. 3પ રહે. રાજદીપ સોસાયટી શેરી નં 1ર મવડી ચોકડી) ને મવડી ચોકડી ખાતેથી દબોચી લેવાયો હતો. એવીજ રીતે હુમલાના ગુનામાં પાકા કામનો કેદી કરમશી બચુ સોલંકી (રહે. તિરુપતિ બાલાજી સોસાયટી નદીના કાંઠે કુવાડવા રોડ) દોઢ માસથી નાસતો ફરતો હતો જેને બેડી ચોકડી નજીકથી પકડી લેવામાં આવ્યો હતો. ભરણપોષણના ગુનામાં ફરાર પાકા કામના કેદી રાજેશ નંદલાલભાઇ (ઉ.વ. પપ રહે. આરટીઓ ઓફીસ પાછળ શ્રી રામ સોસાયટી) ને દબોચી લેવાયો હતો. આ ચારેય કેદીને રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે સોંપવા તજવીજ કરાઇ હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.