વડોદરામાં વધુ 124 પોઝિટિવ, વધુ 166 ડિસ્ચાર્જ, વધુ 2 દર્દીના મોત, કુલ કેસઃ9295, ભરૂચમાં નવા 24 કેસ

ગુજરાત
ગુજરાત

મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે વડોદરા શહેર અને જિલ્લામાં કોરોનાના આજે વધુ 124 પોઝિટિવ કેસ નોંધાયા છે આમ પોઝિટિવ કેસનો કુલ આંક 9295 ઉપર પહોંચ્યો છે અને આજે વધુ 2 દર્દીના મૃત્યુ થતાં સત્તાવાર મૃત્યુઆંક 157 થયો છે. વડોદરામાં આજે વધુ 166 દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ 7800 લોકો કોરોનાને મ્હાત આપી ચૂક્યા છે. વડોદરામાં હાલ 1338 એક્ટિવ કેસ પૈકી 147 દર્દી ઓક્સિજન ઉપર અને 57 દર્દી વેન્ટિલેટર ઉપર છે અને 1134 દર્દીની હાલત સ્થિર છે.

વડોદરા શહેર જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાના 9295 પોઝિટિવ કેસ નોંધાયા છે. જે પૈકી પૂર્વ ઝોનમાં 1536, પશ્ચિમ ઝોનમાં 1483, ઉત્તર ઝોનમાં 2229, દક્ષિણ ઝોનમાં 1829, વડોદરા ગ્રામ્યમાં 2182 અને 36 કેસ બહારના શહેર અને રાજ્યોના નોંધાયા છે.

વડોદરા શહેરમાં હાલ 3690 લોકોને ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે. જે પૈકી 3676 લોકો હોમ ક્વોરન્ટીન, સરકારી ફેસિલિટીમાં 8 લોકો અને પ્રાઇવેટ ફેસિલિટીમાં 6 લોકો ક્વોરન્ટીન ક્વોરન્ટીન છે.

વડોદરા શહેરમાં અત્યારે 24,451 ઘરમાં 1,00,344 લોકો રેડ ઝોનમાં છે. જ્યારે 37,374 ઘરમાં 1,24,087 લોકો ઓરેન્જ ઝોનમાં છે. 44,231 ઘરમાં 1,58,910 લોકો યલો ઝોનમાં છે.

ભરૂચ જિલ્લામાં કોરોનાના આજે વધુ 24 પોઝિટિવ કેસ નોંધાયા છે. ભરૂચ જિલ્લામાં કોરોનાના કેસનો કુલ આંક 1700ને પાર થઇને 1716 ઉપર પહોંચ્યો છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.