૨૪ કલાકમાં કોરોના પોઝિટિવના વધુ ૧૦૨૦ કેસ : ર૮ લોકોના મોત

ગુજરાત
ગુજરાત

ગાંધીનગર : રાજ્યમાં સતત બીજા દિવસે કોરોના પોેઝિટિવનો આંકડો હજારને પાર થયો છે. રાજ્યમાં ૨૪ કલાકમાં ૧૪૦૨૪ કોરોના ટેસ્ટ કરવામાં આવતા ૧૦૨૦ કોરોના પોઝિટિવના કેસ નોંધાયા હતા. આ સાથે રાજ્યમાં કુલ કોરોના સંક્રમિતનો આંકડો ૫૧ હજારને પાર થઈ ૫૧૪૮૫ થયો છે. રાજ્યમાં ૨૪ કલાકમાં ૨૮ દર્દીઓના મોત નોંધાતા કુલ મૃત્યુઆંક ૨૨૨૯ થયો છે. રાજ્યમાં ૮૩૭ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવતા કુલ ડિસ્ચાર્જનો આંકડો ૩૭ હજારને પાર થઈ ૩૭૨૪૦ થયો છે. રાજ્યમાં આજે એક્ટિવ કેસનો આંકડો ૧૨ હજારએ વટાવી ૧૨૦૧૬ થયો છે.  જેમાં ૭૮ દર્દીઓ વેન્ટીલેટર પર અને ૧૧૯૩૮ દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં સતત બીજા દિવસે કોરોના પોઝિટિવનો આંકડો એક હજારને પાર થયો છે. રાજ્યમાં એકબાજુ ટેસ્ટીંગ વધારવામાં આવ્યું છે. પરિણામે વધુને વધુ કોરોના સંક્રમિત લોકોને શોધી શકાય. રાજ્યના આઠ કોર્પોરેશન અને ૩૦ જિલ્લામાં કોરોનાનો પ્રસાર થયો છે. આઠ જિલ્લાને બાદ કરતાં રાજ્યના તમામ જિલ્લામાં બે આંકડામાં કોરોનાના કેસ નોંધાયા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.