૨૦-૨૦ રમવા નહીં, ‘નાઈટ વોચમેન’ તરીકે આવ્યા છે CM રૂપાણીઃ અર્જુન મોઢવાડિયા

ગુજરાત
ગુજરાત

ગુજરાતમાં રાજકોટ, અમદાવાદ સહિત રાજ્યભની હોસ્પિટલમાં બાળકોનાં મોત મામલે રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસ આ મુદ્દાને લઈને આજે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન કરી રહી છે. તો કોંગ્રેસનાં નેતા અર્જુન મોઢવાડિયાએ આ મામલે વિજય રૂપાણી પર આકરાં પ્રહાર કર્યા હતા. એટલું જ નહીં, અર્જુન મોઢવાડિયાએ કહ્યું કે, ૨૦-૨૦ રમવા નહીં નાઈટ વોચમેન તરીકે આવ્યા છે CM .
 
ગુજરાતમાં બાળકોનાં મોત મામલે અર્જુન મોઢવાડિયાએ પ્રતિક્રિયા આપતાં સીએમ રૂપાણીનાં ૨૦-૨૦ મેચવાળા નિવેદનને લઈ તેમના પર પ્રહાર કર્યા હતા. મોઢવાડિયાએ કહ્યું કે, ૨૦-૨૦ રમવામાં બાળ મૃત્યુદર ઊંચો કરી દીધો છે. સરકારી શાળાઓ બંધ કરવાનો આંકડો ઊંચો કર્યો છે. જનતાએ આવું શાસન કરવા માટે મેન્ડેટ આપ્યો નથી. આટલેથી ન અટકતાં મુખ્યમંત્રી ૨૦-૨૦ રમવા માટે નહીં નાઈટ વોચમેન તરીકે આવ્યા છે.
 
ગુજરાતમાં નવજાત બાળકોના મૃત્યુના ચોંકાવનારી વિગત અંગે અર્જુન મોઢાવડીયાનું કહ્યું કે, ગુજરાત સરકારે પોતે આપેલા આંકડા જોયા હોય તો રાજસ્થાનની વાત ન કરે. ગુજરાતમાં ૪૧ ટકા બાળકો કુપોષિત છે. સમગ્ર દેશમાં મુખ્ય પાંચ રાજ્યોમાં ગુજરાતનો સમાવેશ થાય છે. ૨૨ ટકા બાળકો સમગ્ર રાજ્યમાં આ પ્રમાણે મૃત્યુ પામે છેઃ. ૨૩ વર્ષથી સત્તામાં હોવા છતાં ભાજપ સરકાર બાળકોને બચાવી નથી શકતી. મુખ્યમંત્રીએ રાજકોટની જવાબદારી સ્વીકારીને રાજીનામુ આપવું જોઈએ. જે મુખ્યમંત્રી પોતાના વિસ્તારના બાળકોને બચાવી ન શકે તે ગુજરાતના બાળકોને ન બચાવી શકે. ઉદ્યોગપતિના અર્થતંત્રની ચિંતા કરવાના બદલે ગુજરાતના લોકોના આરોગ્યની ચિંતા કરવી જોઈએ.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.