૨૦-૨૦ અને અડધી પિચે રમતાં CM રૂપાણીએ રાજકોટમાં બાળકોનાં મોતને લઈ મોંઢુ ફેરવી ચાલતી પકડી
સીએમ વિજય રૂપાણી આમ તો આખા બોલા માણસ છે. અને હાલમાં જ તેઓએ ઘણી વાર હું ૨૦-૨૦ મેચ રમવા આવ્યો હોવાનું અને અડધી પીચે જ બેટિંગ કરતો હોવાનું નિવેદન આપ્યું હતું. એટલું જ નહીં, પણ રાજકોટમાં દારૂબંધી મુદ્દે વિજય રૂપાણીસાહેબે રાજસ્થાનની ગેહલોત સરકાર પર આકરાં પ્રહાર કર્યા હતા. તો હાલમાં જ રાજસ્થાનનાં કોટામાં બાળકોનાં મોત મામલે દેશમાં ખળભળાટ મચી ગયો છે. ત્યારે રાજકોટમાં પણ એક મહિનામાં ૧૧૧થી વધુ બાળકોનાં મોત અંગે જ્યારે સીએમ રૂપાણીને સવાલ કરવામાં આવ્યો તો તેઓએ મોઢું ફેરવી દીધું હતું.
રાજસ્થાનના કોટામાં બાળકોનાં મોતને લઈ બીજેપી સરકાર ગેહલોત સરકાર પર આકરાં પાણીએ છે. ગુજરાતમાં પણ ભાજપ નેતાઓએ કોટામાં બાળકોનાં મોતને લઈ કોંગ્રેસ સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો. પણ જ્યારે રાજકોટમાં જ બાળકોનાં મોતની સનસનીખેજ ખબર સામે આવી તો, ગુજરાત ભાજપ સરકારની ઊંઘ ઉડી ગઈ છે. ખુદ સીએમ રૂપાણી આ મામલે કોઈ પ્રતિક્રિયા આપવા તૈયાર નથી. જ્યારે એક કાર્યક્રમમાં પહોંચેલા સીએમ રૂપાણીને રાજકોટ અને અમદાવાદમાં બાળકોનાં મોત મામલે સવાલ કરવામાં આવ્યો ત્યારે નીચે વીડિયોમાં જુઓ, તેઓએ કેવી રીતે મોઢું ફેરવીને પીછેહઠ કરી દીધી હતી.