સુરતમાં ગોડાઉનમાં આગ લાગતાં ફાયરબ્રિગેડે આગ પર કાબૂ મેળવ્યો

ગુજરાત
ગુજરાત

રખેવાળ, સુરત 
હાલ લોકડાઉન ચાલી રહ્યું છે તેમ છતાં આગના બનાવો સામે આવી રહ્યાં છે. ઉધના વિસ્તારમાં આવેલા રણછોડનગરમાં ગોડાઉનમાં આગ ભભૂકી ઉઠી હતી. આગના પગલે આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ પેદા થયો હતો. આગની જાણકારી ફાયરબ્રિગેડને મળતાં જ ફાયરબ્રિગેડ દ્વારા આગ પર કાબૂ મેળવવા માટે ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવ્યો હતો.
 
ઉધના વિસ્તારમાં આવેલા રણછોડ નગરમાં આવેલા ગોડાઉનમાં આગ લાગી ગઈ હતી. આગ એટલી પ્રચંડ હતી કે, આગના ધૂમાડા દૂર દૂર સુધી દેખાયા હતાં. આગ એટલી પ્રચંડ હતી કે, આગને પગલે સમગ્ર વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી. આગની જાણકારી ફાયર વિભાગ આપવામાં આવી હતી. જેથી ફાયર વિભાગે બનાવ વાળી જગ્યા પર પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો. આગને લઈને લાખોનું નુકસાન સર્જાયું હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.