સુરતમાં કતારગામની હીરા કંપનીમાંથી બે નેપાળી કારીગરો ૩.૫૧ કરોડના હીરા ચોરનારા સીસીટીવીમાં કેદ

ગુજરાત
ગુજરાત

 
 
સુરતઃકતારગામમાં આવેલ હીરા કંપની એચ.વી.કે. ઇન્ટરનેશનલ પ્રાયવેટ લિમિટેડમાંથી બે કારીગરો ૩.૫૧ કરોડ રૂપિયાના હીરા ચોરી કરીને નાસી ગયા છે. બંને કારીગરો મૂળ નેપાળના વતની છે.પોલીસે સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી છે. જો કે બન્ને કારીગરો પોતાના પરિવારને લઈને નાસી ગયા હોવાનું સામે આવી રહ્યું છે.
 
સૂત્રોના જણાવ્યા અનુસાર કતારગામ ગોતાલાવાડી ખાતે પટેલ ફળીયામાં એચ.વી.કે. ઇન્ટરનેશનલ પ્રા.લિમિટેડના નામથી હીરાની કંપની આવેલી છે. જેના માલિક નાગજી મોહન સાકરિયા છે.કંપનીમાં બોઈલ વિભાગમાં આરોપી રાજુ ગોગલા લુહાર(રહે. રામબાગ,લાલ દરવાજા.મૂળ રહે. નેપાળ) છેલ્લા ૧૨ વર્ષથી નોકરી કરે છે. તેમજ આરોપી પ્રકાશ નવરાજ કુંવર(રહે. મંગલદીપ એપાર્ટમેન્ટ, જદાખાડી, મહીધરપુરા.મૂળ રહે. નેપાળ) છેલ્લા ૪ વર્ષથી નોકરી કરે છે. બંનેનું કામ પોલીસ્ડ હીરાઓને ઇલેક્ટ્રીક સગડીમાં બોઈલ થવા રાત્રે મૂકીને સવારે કાઢી લેવાના હોય છે. ગુરૂવારે સાંજે મેનેજર દિપે વઢેળે રાજુ લુહાર ૧૨૯૬ કેરેટના હીરા બોઈલ કરવા માટે આપ્યા હતા. જેમની કિંમત ૩.૫૧ કરોડ રૂપિયા થાય છે.
 
શુક્રવારે સવારે રાજુ આવ્યો નહતો. તેને ફોન કરતા તેનો ફોન પણ બંધ હતો. તેથી દિપ વઢેળ અને અન્ય મેનેરજે બોઇલ વિભાગનો રૂમ ખોલીને ચેક કરતા સગડીમાં હીરા ન હતા. રાજુએ જ અન્ય આરોપી પ્રકાશ કુંવરને નોકરી પર રખાવ્યો હતો. તેથી દિપે પ્રકાશ કુંવરને ફોન કરતા તેનો પણ ફોન બંધ હતો.તેથી બંને પર શંકા ગઈ હતી. બંનેના સુરતના સરનામે તપાસ કરતા બંનેના ઘર બંધ હતા. તેથી તેઓ બંને જણા હીરા ચોરી કરીને નાસી ગયા હતા. તેથી એચ.વી.કે. ઇન્ટરનેશનલના વહિવટદાર હિતેશ વિઠ્ઠલ વઘાસિયાએ રાજુ લુહાર અને પ્રકાશ કુંવર વિરુદ્ધ કતારગામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
 
રાજુએ રાત્રે બોઇલિંગ માટે હીરા લીધા બાદ સવારે આવ્યો નહતો. બોઇલિંગ રૂમમાંથી સગડીનો અલાર્મ સતત વાગતો હતો. કોઈ જોતું ન હોવાથી મેનેજર દિપ વઢેળને શંકા ગઈ હતી. ત્યાર બાદ ચોરી વિશે ખબર પડી હતી.
 
રાજુનો સંપર્ક ન થતા કંપનીએ સીસી કેમેરા ચેક કર્યા હતા. તેમાં ગુરૂવારે સાંજે રાજુ બોઈલિંગ રૂમમાં ખાલી સગડી પર ખાલી બિકર મૂકતો સીસી ફુટેજમાં દેખાય છે.ત્યાર બાદ સાંજે ૭.૨૦ વાગે મેઇન ગેટથી ટિફિન બોક્સના બેગ સાથે બહાર જતો સીસી ફુટેજમાં દેખાય છે.
 
કંપનીમાં કામ કરતા તમામ કર્મચારીઓ કામ પુર્ણ કરીને ઘરે જાય છે ત્યારે તેમનું ચેકિંગ કરાતુ નથી. તેનો જ ગેરલાભ લઈને રાજુ હીરા ચોરી કરીને નાસી ગયો હતો.
 

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.