શુ આ રીતે ભણશે ગુજરાતનું ભાવી? રાજ્યના શિક્ષણ વિભાગે શિક્ષકોને ફરીથી વિચિત્ર જવાબદારી સોંપી

ગુજરાત
ગુજરાત

    ગુજરાતમાં શિક્ષણ ક્ષેત્ર ખાડે ગયું છે. સરકારી શાળાઓમાં તો શિક્ષણનું સ્તર શર્મનાક છે ત્યારે ગ્રાન્ટેડ શાળાઓની સ્થિતી પણ ખરાબ છે અને એમાં પણ આદિવાસી વિસ્તારની હાલત તો બદતર છે. હાલ એક એવો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે કે પહેલી વખત સાંભળશો તો નવાઈ લાગશે.
    રાજ્યના શિક્ષણ વિભાગનો વિચિત્ર પરિપત્ર વિવાદનું કારણ બન્યો છે. શિક્ષકોને એક વિચિત્ર જવાબદારી સોંપવામાં આવી છે. હવે લગ્ન પ્રસંગમાં ભોજનનો બગાડ અટકાવવાનું કામ શિક્ષકોને સોંપવામાં આવ્યું છે. ‘સામાજિક સંમેલન, લગ્ન, જન્મદિવસની ઉજવણીમાં ભોજનનો બગાડ ન થાય તેનું ધ્યાન શિક્ષકોને રાખવાનું રહેશે.
    સયુંક્ત શિક્ષણ નિયામકે ડ્ઢઈર્ં, ડ્ઢઁઈર્ંને આદેશ આપ્યો છે અને શિક્ષકોને ખોરાકનો બગાડ અટકે તે માટે જનજાગૃતિનું કામ સોંપાયું છે. અન્નનો બગાડ અટકાવવાના માર્ગ શોધવાની કામગીરી શિક્ષકોના શિરે ફાળવવામાં આવી છે. રાજ્યની તમામ પ્રાથમિક શાળાઓને આ અંગે સૂચના અપાઇ છે.
     અત્રે મહત્વનું છે કે તાજેતરમાં જ બનાસકાંઠામાં તીડના આક્રમણ સમયે શિક્ષકોને તીડ ભગાડવાની જવાબદારી સોંપાઇ હતી. તેણે પણ વિવાદ છેડ્યો હતો. અગાઉ પણ શિક્ષકોને ભણાવવા ઉપરાંતની આવી વિચિત્ર જવાબદારીઓ સોંપાઇ ચૂકી છે.
       શિક્ષકો વિદ્યાર્થીઓને ભણાવવાની જગ્યાએ સરકારે સોંપેલી આવી જવાબદારીઓમાં વ્યસ્ત રહેશે તો ગુજરાતનું ભાવી કેવી રીતે ભણશે. કેવી રીતે ગુજરાતમાં શિક્ષણદર ઉંચો આવશે. શું શિક્ષકો વૈકલ્પિક કામગીરી માટેનું એક વિકલ્પ બની ગયા છે. શું શિક્ષકો માટે બહાર પડતા પરિપત્રો અને આદેશો પહેલાં તંત્ર ગુજરાતના ભાવી માટે વિચારતું નથી

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.