વડોદરા / અકોટા દાંડિયા બ્રિજ પર સોલાર પેનલની કામગીરી દરમિયાન લાકડાની પાલક તૂટી, ૫૦ ફૂટ ઉપરથી ૨૨ મજૂરો નીચે પટકાયા

ગુજરાત
ગુજરાત

૩ મજૂર ઈજાગ્રસ્ત, અન્ય મજૂરો ઘટનાસ્થળ છોડીને ભાગ્યા
 
કોઇપણ પ્રકારની સેફ્ટી વિના મજૂરો પાસે કામગીરી કરાવવામાં આવતી હતી
 
ઘટનાની જાણ થતાં પોલીસ પણ સ્થળ પર દોડી ગઇ, તપાસ શરૂ કરી
 
વડોદરાઃ વડોદરા શહેરના અકોટા-દાંડિયા બજાર બ્રિજ પર સોલાર પેનલ લગાવવાની કામગીરી વખતે લાકડાની પાલક તૂટી પડતા ૨૨ મજૂરો ૫૦ ફૂટની ઊંચાઇએથી નીચે પટકાયા હતા. જેમાં ૩ મજૂર ઇજાગ્રસ્ત થયા હતા. જ્યારે કેટલાક મજૂરો ત્યાંથી ભાગી ગયા હતા. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ સ્થળ પર દોડી ગઇ હતી અને ઇજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો.
મજૂરો પટકાતા દોડધામ મચી ગઇ
 
સોલાર પેલનની ફિટીંગની કામગીરીમાં ૨૨ જેટલા મજૂરો લાકડાની પાલક પર કામગીરી કરી રહ્યા હતા. જેમાં લાકડાની પાલક અચાનક તૂટી જતા ૨૨ મજૂરોના જીવ તાળવે ચોટ્યા હતા. ૨૨ મજૂરો નીચે પડતા કેટલાક મજૂરો લાકડાની પાલક સાથે લટકી ગયા હતા. અને કેટલાક સીધા નીચે પટકાયા હતા.
 
સેફ્ટી વિના જ મજૂરો ૫૦ ફૂટની ઊંચાઇ પર કામગીરી કરતા હતા
૫૦ ફૂટની ઊંચાઇએ કામગીરી કરાવવામાં આવતી હોવા છતાં વડોદરા મહાનગરપાલિકા દ્વારા કોઇપણ પ્રકારની સેફ્ટી વિના મજૂરો પાસે કામગીરી કરાવવામાં આવી રહી હતી. જેથી પાલિકાની બેદરકારી સામે આવી હતી. સોલાર પેલની કામગીરી દરમિયાન અચાનક જ લાકડાની પાલક તૂટી પડી હતી. જોકે સદનસીબે મોટી દુર્ઘટના થતાં ટળી ગઇ હતી.
 
અંદાજે ૨૨ કરોડ રૂપિયા ખર્ચે સોલાર પ્રોજેક્ટની કામગીરી થઇ રહી છે
વડોદરા મહાનગરપાલિકાના ફ્યુચરિસ્ટિક વિભાગ તરફથી દેશમાં પહેલી વખત વડોદરા શહેરના રોડ પર સોલાર રૂફટોપ બેસાડવાનું આયોજન ૫ વર્ષ પહેલાં કર્યું હતુ. આ રોડ પર રેલવે ઓવરબ્રિજ પણ આવેલો છે અને તેને જોડતા રોડ પર સોલાર રૂફટોપ બેસાડવાની કામગીરી શરૂ કરાઇ હતી. ૨૨ કરોડ રૂપિયાના અંદાજિત ખર્ચવાળા આ પ્રોજેક્ટને પાલિકાના ફ્યુચરિસ્ટિક પ્લાનિંગ સેલ અને સ્ટ્રીટલાઇટ વિભાગ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.