વડોદરામાં સોશિયલ ડિસ્ટન્સિંગનો ભંગ, માસ્ક ન પહેરનાર અને જાહેરમાં થુંકનાર પાસેથી પાલિકાએ ૧૬.૧૩ લાખનો દંડ વસુલ્યો
રખેવાળ, વડોદરા.
વડોદરા શહેરમાં સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન ન કરનારા, જાહેરમાં માસ્ક ન પહેરનારા અને જાહેરમાં થુંકનારા લોકો પાસેથી અત્યાર સુધીમાં ૧૬,૧૩,૯૦૦ રૂપિયાનો દંડ પાલિકાએ વસુલ્યો છે. વડોદરા શહેર અને જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોના વાઈરસના કેસની કુલ સંખ્યા ૬૨૫ ઉપર પહોંચી ગઇ છે. અત્યાર સુધી ૩૫૫ દર્દી સાજા થઇને ઘરે પહોંચી ચુક્યા છે. આમ વડોદરામાં ૫૭ ટકા દર્દીઓ કોરોના મુક્ત થયા છે.
વડોદરા શહેરમાં અત્યાર સુધી ૧૨ હજાર જેટલા સંભવિત સુપર સ્પ્રેડરના સ્ક્રિનિંગ કરવામાં આવ્યા છે. જે પૈકી ૩૭ લોકોના સેમ્પલ લેવામાં આવ્યા છે. જેમાંથી ૨ સુપર સ્પ્રેડરના કેસ પોઝિટિવ આવી ચુક્યા છે. જેમાં એક શાકભાજીવાળો અને એક ફરિયાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ૧૬૩ લોકોને હોમ ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે.
Tags Banaskantha corona Deesa Gujarat lokdaun