વડોદરામાં વધુ 7 દર્દીના મોત, કુલ કેસઃ4666, ભરૂચમાં નવા 16 પોઝિટિવ સાથે કુલ કેસનો આંક 961 થયો

ગુજરાત
ગુજરાત

વડોદરા શહેરમાં કોરોના વાઈરસની સારવાર દરમિયાન આજે એક યુવાન સહિત વધુ 7 દર્દીના મોત થયા છે. તમામની અંતિમ વિધિ સરકારની ગાઇડલાઇન પ્રમાણે કરવામાં આવશે.

         મૃતકની ઉંમર અને વિસ્તારના નામ
-સમા સાવલી રોડ વિસ્તારમાં રહેતા 54 વર્ષીય મહિલાનું
-વાઘોડિયા રોડ વિસ્તારમાં રહેતા 51 વર્ષીય પુરૂષનું મોત
-દંતેશ્વર વિસ્તારમાં રહેતા 38 વર્ષીય યુવાનનું મોત
-પંચમહાલ જિલ્લા કાલોલ તાલુકાના 68 વર્ષીય વૃદ્ધનું મોત
-વાઘોડિયા તાલુકાના 51 વર્ષીય પુરૂષનું મોત
-કરજણ તાલુકના 75 વર્ષીય વૃદ્ધનું મોત
-દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના 65 વર્ષીય વ્યક્તિનું મોત

ભરૂચ જિલ્લામાં કોરોના વાઈરસના આજે વધુ 16 પોઝિટિવ કેસ નોંધાયા છે. આમ કોરોનાના કેસનો કુલ આંક 961 ઉપર પહોંચ્યા છે.

વડોદરા મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે વડોદરા શહેર અને જિલ્લામાં કોરોના વાઈરસના પોઝિટિવ કેસનો કુલ આંક 4666 પર પહોંચી ગયો છે. વડોદરામાં અત્યાર સુધીમાં કુલ 3648 દર્દી રિકવર થયા છે અને સત્તાવાર મૃત્યુઆંક 89 થયો છે. વડોદરામાં અત્યારે કુલ 929 એક્ટિવ કેસ છે, જે પૈકી 146 ઓક્સિજન ઉપર અને 34 વેન્ટીલેટર-બી પેપ ઉપર છે અને 749 દર્દીની હાલત સ્થિર છે.

શહેરઃ માંજલપુર, મકરપુરા, છાણી, આજવા રોડ, વાઘોડિયા રોડ, ગોત્રી, પાણીગેટ, કારેલીબાગ, નવાયાર્ડ, તાંદલજા, હરણી, ફતેપુરા, નવાપુરા, સોમા તળાવ, ન્યાયમંદિર, આર.સી.દત્ત રોડ, સુભાનપુરા, VIP રોડ, તરસાલી, સનફાર્મા રોડ, સમા, ઇલોરાપાર્ક, ગોરવા, ઓલ્ડ-પાદરા રોડ
ગ્રામ્યઃ ડભોઇ, કાયાવરોહણ, પાદરા, સાવલી, શિનોર, ખટંબા, ભાયલી, સયાજીપુરા, કોયલી, અંકોડિયા, પોર, કરજણ


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.