વડોદરાના ગોરવા પાસેથી ગુજરાત ATSએ આતંકવાદીને ઝડપ્યો,ISIS માટે કામ કરતો હોવાની આશંકા
અમદાવાદઃ વડોદરાના ગોરવા વિસ્તાર પાસેથી ગુજરાત ATSએ આતંકવાદી ઝફર અલી ઉર્ફે ઉમર નામના આતંકવાદીને ઝડપી લીધો છે. તમિલનાડુનો રહેવાસી એવો આ આતંકી ગુજરાતમાં રહી ISIS માટે કામ કરતો હોવાની પ્રાથમિક પૂછપરછમાં ખુલાસો થયો છે.
આ આતંકી ભરૂચ અને વડોદરા શહેરની આસપાસના વિસ્તારોમાં રહીને નેટવર્ક ઉભું કરવાની ફિરાકમાં હતો. આતંકી ઝફર દિલ્હીના સ્પેશિયલ સેલ દ્વારા ધરપકડ કરાયેલાI SISના આતંકીઓની ધરપકડ બાદ ઝડપાયો છે. આ જ મોડ્યુલનો આતંકી છે કે કેમ તે દિશામાં એટીએસએ પૂછપરછ શરૂ કરી છે.