વડોદરાકોરોનાથી ૭૮ વર્ષના વૃદ્ધનું મોત, ૬૫ દિવસમાં પોઝિટિવનો આંક ૭૯૧ ઉપર પહોંચ્યો

ગુજરાત
ગુજરાત

વડોદરા શહેરના રાજમહેલ રોડ જૂની કાછીયાવાડમાં રહેતા ૭૮ વર્ષના વૃદ્ધ વાસુદેવ પટેલનું કોરોના વાઈરસથી મૃત્યુ થયું છે. સયાજી હોસ્પિટલમાં તેમની કોરોના વાઈરસની સારવાર ચાલી રહી હતી. તે દરમિયાન તેમનું મોત થયું છે. ફાયર બ્રિગેડની ટીમ અંતિમ સંસ્કાર માટે મૃતદેહ લઇ ગઇ છે. વડોદરા મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે વડોદરા શહેર અને જિલ્લામાં ૬૫ દિવસમાં કોરોના વાઈરસ પોઝિટિવ કેસની સંખ્યા ૭૯૧ ઉપર પહોંચી છે. રોજ સરેરાશ ૧૨ પોઝિટિવ કેસ નોંધાયા છે. અત્યાર સુધીમાં સત્તાવાર મૃત્યુઆંક ૩૮ ઉપર પહોંચ્યો છે. અને વડોદરા શહેર અને જિલ્લામાં કોરોના મુક્ત થનારા દર્દીઓની સંખ્યા ૪૭૭ થઇ છે. હાલ વડોદરા શહેરમાં કોરોનાની સારવાર કુલ ૨૭૯ લોકો સારવાર હેઠળ છે. જે પૈકી ૧૧ દર્દીઓ એક્સિજન ઉપર છે અને ૬ દર્દીઓ વેન્ટીલેટર ઉપર છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.