રાજ્યમાં ૧૦૦ કલાકમાં ૧૦૦ મોત, ગુજરાતમાં સતત છઠ્ઠા દિવસે ૩૦૦થી વધુ કેસ, અમદાવાદમાં કેસ ૪ હજારને પાર

ગુજરાત
ગુજરાત

અમદાવાદ: અમદાવાદમાં કોરોના ભયાનક સ્તરને પાર કરવા માંડ્યો છે. સોમવારે રાજ્યમાં ૩૭૬ નવા પોઝિટિવ કેસ મળ્યા. આ સતત છઠ્ઠી વાર બન્યું છે કે ૩૦૦થી વધુ કેસ આવ્યા છે. બીજીબાજુ સોમવારે જ ૨૯ મોત પણ નોંધાયા. આ સાથે જ અત્યાર સુધીમાં રાજ્યમાં ૩૧૯ લોકો કોરોનાનો ભોગ બની ચૂક્યા છે. છેલ્લા ૧૦૦ કલાકમાં જ રાજ્યમાં ૧૦૦ લોકોના મોત થઈ ચૂક્યા છે. ૨૯માંથી ૨૬ મોત માત્ર અમદાવાદ જિલ્લામાં નોંધાયા છે. અહીં કેસોની સંખ્યા ૪૦૦૦ને પાર થઈ ચૂકી છે અને મોતની સંખ્યા ૨૩૪ પર પહોંચી છે.
આરોગ્ય સચિવ જયંતી રવિએ જણાવ્યું હતું કે, ૨૫ લોકો હજી પણ વેન્ટિલેટર પર છે અને ૪,૨૬૫ની હાલત સ્થિર છે. તો ૧૧૯૫ લોકો સાજા થઈ ચૂક્યા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં ૮૪,૬૪૮ લોકોનાં ટેસ્ટ થયા છે.

ગ્રીન ઝોન જામનગરમાં ૩ કેસ, ઓરેન્જ ઝોન દાહોદમાં ૬ કેસ સરકાર દ્વારા જાહેર ઓરેન્જ ઝોન અને ગ્રીન ઝોનમાં પણ નવા કેસ મળતાં સનસનાટી ફેલાઈ છે. જામનગર ગ્રીન ઝોન જાહેર થઈ ચૂક્યું છે પણ સોમવારે અહીં ૩ નવા કેસ મળ્યા. આ પ્રકારે દાહોદ ઓરેન્જ ઝોનમાં છે. અહીં ૬ નવા કેસ મળ્યા. રાજકોટ પણ ઓરેન્જ ઝોનમાં છે અને અહીં ૩ નવા કેસ મળ્યા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.