રાજયમાં ૨૪ કલાકમાં નવા ૩૯૬ કેસ ૨૮૯ લોકોને ડિસ્ચાર્જ કર્યા

ગુજરાત
ગુજરાત

અમદાવાદ : ગુજરાત રાજ્યમાં કોરોનાની મહામારી ઓછી થવાનું નામ જ નથી લઈ રહ્યું. અમદાવાદમાં પણ કોરોનાના કેસો દિવસને દિવસે વધતા જ જઈ રહ્યા છે. કોરોના મહામારી ચાલી રહી છે ત્યારે સરકારે પણ અમુક વિસ્તારોને ખોલી કાઢ્યા છે. લોકોને પણ સાવચેત રહેવાની જરૂર છે. ભીડભાડ ન કરવું, વારંવાર હાથ ધોવાની જરૂર છે. રાજ્યમાં કોરોનાના કેસોમાં જરા પણ ઘટાડો નોંધાઈ રહ્યો નથી. છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યમાં નવા ૩૯૬ કેસ નોધાયા છે, જ્યારે ૨૭ લોકોના મોત થયા છે, તો ૨૮૯ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલી કોરોનાની અપડેટ વિગતો અનુસાર રાજ્યમાં કુલ પોઝિટિવ કેસોની સંખ્યા ૧૩૬૬૯૯ જ્યારે મૃત્યુઆંક ૮૨૯એ પહોંચ્યો છે. રાજ્યમાં ૬૧૬૯ દર્દીઓને અત્યાર સુધીમાં રજા આપવામાં આવી છે. રાજ્યમાં નવા નોંધાયેલા કેસોમાં અમદાવાદમાં ૨૭૭, સુરતમાં ૨૯, વડોદરામાં ૩૫, ગાંધીનગરમાં ૯, જૂનાગઢ ૮, ગીર-સોમનાથ ૬, અવલ્લીમાં ૫, રાજકોટ-મહેસાણામાં ૪-૪, આણંદ- તાપીમાં ૩-૩, મહીસાગર, ખેડા, પાટણ, સુરેન્દ્રનગર અને અમરેલીમાં ૨-૨, મોરબી, પોરબંદર, નવસારીમાં ૧-૧ કેસ નોંધાયા છે. અત્યારસુધીમાં ૧૩૬૬૯ પોઝિટિવ કેસ નોધાયા છે. જેમાંથી ૭૩ વેન્ટિલેટર પર, ૬૫૯૮ની હાલત સ્થિર, ૬૧૬૯ ડિસ્ચાર્જ થયા છે, જ્યારે ૮૨૯ લોકોના મોત થયા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.