ભૂપેન્દ્રસિંહને સુપ્રીમ કોર્ટે આપી મોટી રાહતઃ હાઇકોર્ટના ચુકાદા પર સ્ટે

ગુજરાત
ગુજરાત

ન્યુ દિલ્હી/ગાંધીનગર : ગુજરાતની ધોળકા સીટ પર ૨૦૧૭મા થયેલી વિધાનસભા ચૂંટણીને ગુજરાત હાઇકોર્ટે રદ્દ કરી હતી, જેને લઇને ભુપેન્દ્રસિંહ ચુડાસમા સુપ્રીમ કોર્ટ ગયા હતા, જ્યા આજે આ મામલે સુનાવણી થઇ હતી અને સુપ્રીમ કોર્ટે ભુપેન્દ્રસિંહ ચુડાસમાને મોટી રાહત આપી છે અને હાઇકોર્ટના નિર્ણય પર સુપ્રીમ કોર્ટે સ્ટે મૂકી દીધો છે. એટલે ભુપેન્દ્રસિંહ ચુડાસમા હાલમાં તો શિક્ષણમંત્રી તરીકે કાર્યરત રહેશે જ. આ સિવાય સુપ્રીમ કોર્ટ ચૂંટણી પંચના જવાબદાર અધિકારીઓને નોટિસ પણ મોકલી છે. હવે આગામી દિવસોમાં વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે.
૧૨ મેના રોજ ગુજરાત સરકારના શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાને મોટો ઝટકો લાગ્યો હતો. ગુજરાત હાઇકોર્ટે ધોળકા બેઠક પર થયેલી વિધાનસભા ૨૦૧૭ની ચૂંટણીને રદ્દ કરી દેવાનો આદેશ કર્યો હતો. ૨૦૧૭મા થયેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા માત્ર ૧૫૦ મતે જીત્યા હતા. આ મામલે ગુજરાત હાઈકોર્ટમાં પિટિશન થઈ હતી કે પોસ્ટલ બેલેટમાં ગરબડ કરી ભુપેન્દ્રસિંહને જીતેલા જાહેર કર્યા છે, તેથી તેમની ચૂંટણી રદ્દ કરી દેવામાં આવે. ભુપેન્દ્રસિંહ સામે થયેલી પિટિશન અરજી ફગાવી દેવામાં આવે તેવી માગણી કરતી અરજી ભુપેન્દ્રસિંહ દ્વારા ૨૦૧૮મા થઈ હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.