ભાવનગર : કાકા-કાકીએ હત્યા કર્યાનો આક્ષેપ, પોલીસે અઢી માસ પૂર્વે દફનાવેલા બે બાળકોના મૃતદેહ બહાર કાઢી PM માટે ખસેડ્યા

ગુજરાત
ગુજરાત

ભાવનગર: ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના રામપર ગોરીયાળી ગામે એક અજીબો ગરીબ ઘટના બહાર આવી છે. જેમા અઢી માસ પહેલા કુવામાં પડી ગયેલા બે બાળકો વિવેક અને પ્રદીપના મૃતદેહની દફનવિધી પણ થઇ ગયા બાદ મૃતકના પરીવારજનોએ બન્ને બાળકોની હત્યા સગા કાકા-કાકીએ કર્યાનો આક્ષેપ કરતા પોલીસે મૃતદેહોને બહાર કાઢી ભાવનગર સર ટી.હોસ્પીટલમાં પી.એમ.માટે ખસેડ્યા હતા. જો રીપોર્ટમાં કશું શંકાસ્પદ જણાશે તો કાયદેસરની કાર્યવાહી કરી પોલીસ દ્વારા જરૂર પડ્યે હત્યા સહિતનો ગુનો દાખલ કરવામાં આવશે.રમતા રમતા અકસ્માતે કૂવામાં પડી ગયા હોવાનું માની મૃતદેહોને દફનાવી દેવામાં આવ્યા હતાઘોઘા તાલુકાના રામપર ગોરીયાળી ગામે રહેતા શ્રમજીવી અશ્વિનભાઇ તેજાભાઇ જાંબુચાનો છ વર્ષનો તથા તેના ભાઇનો પાંચ વર્ષનો પુત્ર વિવેક અને પ્રદીપ આજથી અઢી માસ પહેલા તેના ઘરેથી દુકાને જવાનું કહી ગુમ થયા હતા. બાદમાં બન્ને માસુમોની મૃતદેહો કૂવામાંથી મળતા તેઓ રમતા રમતા અકસ્માતે કૂવામાં પડી ગયા હોવાનું માની મૃતદેહોને દફનાવી દેવામાં આવ્યા હતા.ઘોઘા પોલીસે મામલતદારની હાજરીમાં દફન કરાયેલા બંન્ને માસુમોના મૃતદેહો બહાર કાઢ્યાત્યારબાદ આ બનાવમાં ફરિયાદી અશ્વિનભાઇના સગા કાકા લક્ષ્મણભાઇ તથા કાકી કમુબેને મિલ્કત મામલે માસુમોની ઠંડા કલેજે હત્યા કરી હોવાનું મૃતકનાં પરિવારજનોએ આક્ષેપ કરી પોલીસમાં જાણ કરતાં ઘોઘા પોલીસે મામલતદાર સહિતનાઓની ઉપસ્થિતિમાં દફન કરાયેલી બંન્ને માસુમોન મૃતદેહોને જમીનમાંથી બહાર કાઢી પેનલ પી.એમ.માટે ભાવનગર સર ટી. હોસ્પીટલમાં ખસેડવામાં આવી હતી. આ અંગે ઘોઘા પોલીસ મથકના પીએસઆઇ પી.આર.સોલંકીએ જણાવ્યું હતું કે ગત તા. 14/12/2019ના રોજ ઉપરોક્ત બન્ને બાળકો કૂવામાં પડી ગયા હતા. જેને કૂવામાંથી બહાર કાઢી ભાવનગર સર ટી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.