બનાસકાંઠામાં કોરોનાના વધુ 4 પોઝિટિવ કેસ

ગુજરાત
ગુજરાત

ઉત્તર ગુજરાતમાં પણ હવે કોરોના વાયરસે પોતાનો પગ જમાવ્યો છે. બનાસકાંઠામાં કોરોનાના વધુ ૪ કેસ પોઝિટિવ આવતા લોકોમાં ફફડાટ વ્યાપ્યો છે. બનાસકાંઠાના પાલનપુરમાં કોરોના વાયરસના ૩ કેસ નોંધાયા હતા, આ સિવાય વાવમાં પણ કોરોનાનો ૧ કેસ પોઝિટીવ નોંધાયો છે. આ સાથે જ જિલ્લામાં કોરોનાનો કુલ આંક ૫ પર પહોંચ્યો છે.
 
બનાસકાંઠામાં જિલ્લામાં વધુ ચાર કેસ પોઝેટીવની વાત કરીએ તો તેમાં પાલનપુર ગાથામન દર્દી સંપર્કના ત્રણ લોકોને કોરોના પોઝિટીવ આવ્યો છે. જેમાં અજય સોમા પરમાર ઉંમર.૫ વર્ષ, આશાબેન સોમાભાઈ પરમાર ઉંમર. ૯ વર્ષ, વિશાબેન સોમાભાઈ પરમાર ઉંમર ૫૨ વર્ષ સહીત પરિવારના ૩ લોકો પોઝિટીવ નોંધાયા છે, જ્યારે મિઠાવીચારણ વાવના માહિક ઉંમર વર્ષ ૫ દર્દીના સંપર્કમાં આવતા એક કેસ પોઝીટીવ આવ્યો છે. માહિકને સુરતથી સ્કોર્પિયોમાં લાવનાર જીપ ચાલકને પણ કોરોના પોઝેટીવ નોંધાયો છે. જેનું નામ દેવજીભાઈ માધાભાઇ ચૌહાણ ઉંમર ઉંમર. ૪૦ વર્ષ છે. આ સાથે જિલ્લામાં વધુ ૪ કોરોના પોઝેટીવ થતા કુલ આંક ૬ પર પહોંચી ગયો છે.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.