બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં ફરી તીડથી આફત, ૨૦ કિમીના ઘેરાવામાં તીડનું ઝુંડ ત્રાટક્યું

ગુજરાત
ગુજરાત

પાકિસ્તાનમાં કરોડો તીડના ઝૂંડ હોઇ ત્યાં નિયંત્રણ કરવામાં આવતા ન હોઇ પવનની દિશા બદલાતાં પાકિસ્તાન સરહદે આવેલા વાવ તાલુકાના ગામડાઓમાં શનિવારે ફરી કરોડો તીડનું આક્રમણ થયું છે. જેને લઇ ખેડૂતો સહિત સરકાર પણ ચિંતિત બની ગઈ છે. તીડ નિયંત્રણ વિભાગ દ્વારા તીડોને કાબુમાં કરવા ભારે જહેમત ઉઠાવાઇ છે. તીડ ખેડૂતોના પાકોનો સફાયો કરી રહ્યા છે. ખેડૂતો ફરીથી વાસણ, તગારા, ધુમાડો કરી તીડ ભગાડી રહ્યા છે.
પાકિસ્તાનથી શુક્રવારની સાંજના સમયે પવનની દિશા બદલાતા સરહદી રાધાનેસડા, કુંડાળીયા અને માવસરી મળી ત્રણ ગામોમાં ત્રાટકયા હતા. આ તીડ ખેડૂતોના પાકોનો સફાયો કરી રહ્યા છે. આમ ખેડૂતોનો વધ્યો ઘટ્યો પાકો પણ સાફ કરી રહ્યા છે. પાકિસ્તાનમાંથી વધુ તીડના ઝૂંડ આવવાની શક્યતા પણ સેવાઇ રહી છે. માવસરી ગામે એક કુટુંબ જીરાનો પાક બચાવવા વાસણ, ફટાકડા, ધુમાડો કરવા છતાં પાક બચાવી શક્યો ન હતો. માવસરીમાં તીડના ઝુંડે ખેડૂત પરિવારની નજર સામે ખેતરમાં જીરાના પાકનો સફાયો કરી દીધો હતો. જેને લઇ ખેડૂત પરિવાર નિરાશ થઇ ખેતરમાં બેઠો હતો. વાવ તાલુકામાં અગાઉ આવેલ તીડના ઝૂંડ કરતા પણ આ ઝૂંડ મોટું છે. આ ઝૂંડ મોટું છેક રાધાનેસડા રણ થઇ કુંડાળીયા, માવસરી મળી 20 કિલોમીટર લંબાઇ અને 3 કિલોમીટર પહોળાઇમાં પથરાયેલું છે.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.